લોકસભા ચૂંટણી સાથે ગુજરાતમા વિઘાનસભાની પેટા ચૂંટણી યોજાઇ હતી જેમા ભાજપે કોંગ્રેસ માથી આવેલા નેતાઓને ટીકિટ આપી હતી હવે આનુ પરિણામ 4 જૂને આવનાર છે જે લઇ હવે કોંગ્રેસ માથી ભાજપમા ગેયલા નેતાઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેનુ કારણ છે કે તેઓને મળવાનુ છે મંત્રી પદ. ભાજપના અંગત વરિષ્ઠ નેતાએ નામ નહી લખવાની શરતે જણાવ્યુ છે કે અર્જૂન મોઢવાડીયા અને સી.જે ચાવડાને મંત્રી પદ મળશે. કયા પદ પર તેમને નવાજશે તે હજી સપષ્ટ નથી પણ કેટલી લીડ મળે છે તેના પર પણ નિર્ણય થઇ શકે છે પણ આખરે આ બંને નેતાઓ કોંગ્રેસ મા રહી મંત્રી પદનો સ્વાદ ચાખી નોહતા શકયા તે હવે ભાજપમા આવી ભરપેટ ચાખશે તે નક્કી છે પણ સવાલ એ છે કે કોંગ્રેસ મા હતા ત્યારે ભાજપ સરકાર સામે કામની બાબતે લાલ આંખ કાઠનાર આ નેતાઓ જનતા માટે કામ કરશે કે કેમ કારણ કે તેઓ ટીકિટ મળ્યા પછી વિકાસ અમે કરીશુ કામ તો અમે કરીશુ તેવા વચનો ખૂબ આપ્યા છે પણ આ નેતાઓની બિમારી હોય છે કે તેઓ ચૂંટણીમા આપેલા વચનો જલ્દી ભુલી જાય છે.
માહિતી પ્રમાણે અત્યારે જે મંત્રીઓ છે તેમાંથી કેટલાકને ડ્રોપ કરવામાં આવી શકે છે, તો કેટલાક નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આ નવા ચહેરાઓમાં અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાનું નામ સામે આવી રહ્યુ છે. અર્જુન મોઢવાડિયા પોરબંદરથી પેટા ચૂંટણી લડી રહ્યા છે. જો તે જીતશે તો તેમને મંત્રીમંડળમાં સમાવવામાં આવશે. તેની સાથે જ સી જે ચાવડાનું નામ પણ ચર્ચામાં છે. તેમને પણ કમીટમેન્ટ કરવામાં આવ્યુ હતુ કે ચૂંટણી જીત્યા બાદ તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે.