ગુજરાત ભાજપે આજે બાકી રહેલા જીલ્લા અને મહાનગરના પ્રમુખોની કરી વરણી. જેમા સૌથાી વધુ રાહ જોવાઇ રહી હતી તેવા અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે પ્રેરકભાઇ શાહની વરણી કરવામાં આવી છે પ્રેરકભાઇ પ્રદેશ ભાજપના સહ પ્રવકતા પણ છે એક મજબૂત નેતાની પસંદગી કરવામાં આવી હોવાીથી કાર્યકર્તાઓ ખુશ પણ જોવા મળ્યા હતા ત્યાર પછી ગાંઘીનગર શહેરમાં આશિષભાઇ દવેની નિમણુક કરવામાં આવી તો પંચમહાલ જીલ્લામાં મયંતભાઇ દેસાઇ, વડોદરા જીલ્લામાં રસિકભાઇ પ્રજાપતિ અને પોરબંદર જીલ્લામાં ચેતનાબેન તિવારીની નીમણુંક સંગઠન દ્વારા કરવામાં આવી છે. નવા જીલ્લા પ્રમુખ આવતા કાર્યકર્તાઓમા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને સંગઠનમા કાર્યકર્તાઓ પણ આતુરતાથી રાહ જોતા હતા કે બાકીના નામ ક્યારે જાહેર થશે તેનો અંત આજે આવ્યો છે હવે પ્રદેશ પ્રમુખ તરીકે કોનુ નામ જાહેર થશે તેની સૌ ભાજપના કાર્યકર્તાઓ રાહ જોઇ રહ્યા છે.