મધ્ય ગુજરાતમાં ભાજપના 26 કાર્યકર્તાઓને પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં

By: nationgujarat
10 Feb, 2025

ભાજપની છાપ શિસ્તબદ્ધ પાર્ટીની રહેલી છે. ત્યારે પક્ષથી વાંકા ચાલતા 26 કાર્યકર્તાઓ પર ગુજરાત ભાજપે મોટું એક્શન લીધું છે. મધ્ય ગુજરાતમાં ભાજપના 26 કાર્યકર્તાઓને પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાં છે. આ કાર્યકર્તાઓએ પક્ષ વિરુદ્ધ બળવો પોકાર્યો હતો. જેથી ભાજપે આ પગલું ભર્યું છે.

કેમ સસ્પેન્ડ કરાયા
ભાજપ પ્રદેશ પ્રમુખે મધ્ય ગુજરાતમાં કરજણ, દાહાદો, ઝાલોદ તેમજ દેવગઢ બારીયાના કુલ 26 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યાં છે. આ તમામને ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. આ કાર્યવાહી કરીને ભાજપ બતાવવા માંગે છે કે, પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારાઓને સાંખી નહિ લેવાય. ભાજપે આ અગાઉ પણ આવા અનેક એક્શન લીધા છે.

કરજણમાં કોને કોને સસ્પેન્ડ કરાયા 
કરજણ નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પચાર કરવા બાબતે નગરના ૮ ભાજપ કાર્યકરો કરાયા છે. જેમાં સસ્પેન્ડેડ કાર્યકરોમાં દેવેન્દ્રસિંહ હરેન્દ્રસિંહ ચાવડા . પુર્વ પ્રમુખ કરજણ નગર પાલિકા, પતિક રાજેશ પટેલ – પૂર્વ પ્રમુખ કરજણ મહેર યુવા મોરચો; જીતેન્દ્રસિંહ વિજયસિંહ ચાવડા-પૂર્વ પ્રમુખ પતિ કરજણ નગર પાલિકા, દિવીપસિંહ છત્રસિંહ રાજ – પૂર્વ પ્રકાશ કાનજી રોહિત – કાર્યકર, મહેબૂબ પઠાણ-કાર્યકર અને મિહિરસિંહ નટવરસિંહ ચાવડા-કાર્યકરનો સમાવેશ થાય છે.

દાહોદમાં કોને કોને સસ્પેન્ડ કરાયા
દાહોદ જિલ્લામાં દેવગઢ બારીઆ અને ઝાલોદમાં મોટું એક્શન લેવાયું છે. નગરપાલિકામાં કેટલાક કાર્યકર્તાઓએ પક્ષ સાથે છેડો ફાડીને આપમાંથી ઉમેદવારી કરી છે. જેથી ભાજપે ઝાલોદના 12 અને દેવગઢબારીઆના 6 મળી કુલ 18 કાર્યકર્તા અને હોદેદારોને સસ્પેન્ડ કર્યા છે.

દેવગઢ બારીયામાં કોણ કોણ સસ્પેન્ડ
દેવગઢ બારીયામાં ચિરાગ બારીયા, કનુભાઈ મકવાણા, સાગરબેન મકવાણા, ગૌરાંગકુમાર ભાલચંદ પંડ્યા, સજનબા ગોહિલ અને અશોકભાઈ પાણાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા.


Related Posts

Load more