રશિયાનું વિમાન ગુમ થતાં હડકંપ; 50 મુસાફરો સવાર હતા, ATC સાથે સંપર્ક તૂટ્યો

By: nationgujarat
24 Jul, 2025

Russia Plane Missing: રશિયામાં એક પેસેન્જર પ્લેન અચાનક ગુમ થયુ છે. જેમાં 50 લોકો સવાર હતાં. અમૂર ક્ષેત્રમાં ઉડાન ભરી રહેલી ફ્લાઈટ સાથે અચાનક સંપર્ક તૂટ્યો હોવાનું સ્થાનિક એર ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું હતું. રશિયન એર ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું હતું કે, 50 પેસેન્જર-ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલા AN-24 પેસેન્જર પ્લેન સાથે અમુર ક્ષેત્રમાંથી સંપર્ક તૂટ્યો છે. લોકલ ઈમરજન્સી મિનિસ્ટ્રી અનુસાર, સાબેરિયાની અંગારા તરીકે ઓળખાતી એરલાઈન દ્વારા આ પ્લેન ઓપરેટ થઈ રહ્યું હતું. જે ચીનની સરહદ નજીક આવેલા અમૂર શહેરમાંથી અચાનક રડાર સ્ક્રિનમાંથી ગુમ થયુ હતું.

પાંચ બાળકો સહિત 43 પેસેન્જર

પ્રાદેશિક ગવર્નર વેસિલી ઓર્લોવે જણાવ્યું હતું કે, પ્રારંભિક માહિતી મુજબ આ પ્લેનમાં પાંચ બાળકો સહિત કુલ 43 પેસેન્જર સવાર હતા. તેમજ છ ક્રૂ સભ્યો ઓન બોર્ડ હતાં. તમામ જરૂરી સુરક્ષા અને બચાળ દળને પ્લેનની શોધખોળ માટે તૈનાત કરવામાં આવ્યા છે.આ પ્લેન તેના ડેસ્ટિનેશનની થોડા કિલોમીટર જ દૂર હતું, ત્યાં અચાનક રડારમાંથી ગુમ થયુ હતું. અંગારા એરલાઈન્સ તિંડા એરપોર્ટથી થોડા કિમી દૂરથી AN-24 નો સંપર્ક સાધવામાં નિષ્ફળ રહી હતી.


Related Posts

Load more