શ્રાવણ મહિનો એ ભગવાન શિવની ભક્તિ અને આરાધનાનો પવિત્ર સમય છે, અને આ મહિનામાં શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાનું વિશેષ મહત્વ છે. બીલીપત્રનું નામ સાંભળતા જ ભગવાન શિવનું સ્મરણ થાય છે, કારણ કે આ પત્ર શિવજીને અત્યંત પ્રિય છે.ધાર્મિક રીતે બીલીપત્રનું જેટલું મહત્વ છે, તેટલું જ આરોગ્યની દૃષ્ટિએ પણ તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. નવસારીના આયુર્વેદિક ડૉ. ભાર્ગવ તન્નાના જણાવ્યા મુજબ, બીલીપત્ર ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને હૃદયની બીમારીઓમાં ફાયદાકારક છે. આ લેખમાં જાણીએ બીલીપત્રના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે.બીલીપત્ર, જેને આયુર્વેદમાં ‘બેલપત્ર’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સામાન્ય રીતે ત્રણ પાંદડાઓનું હોય છે, જેને બ્રહ્મા, વિષ્ણુ અને શિવના પ્રતીક તરીકે જોવામાં આવે છે. કેટલીક દંતકથાઓમાં તેને શિવની ત્રણ આંખોનું પ્રતિનિધિત્વ કરતું પણ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં શિવ ભક્તો દ્વારા શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે, પરંતુ આ પત્ર માત્ર ધાર્મિક રીતે જ નહીં, આયુર્વેદમાં પણ અત્યંત ઉપયોગી છે.
નવસારીના આયુર્વેદિક ડૉ. ભાર્ગવ તન્નાના જણાવ્યા મુજબ, બીલીપત્ર એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તેમાં વિટામિન A, વિટામિન C, રાઈબોફ્લેવિન, કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર, વિટામિન B1, B6 અને B12 જેવા પોષક તત્વો મળે છે, જે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં બીલીપત્રનો ઉપયોગ વિવિધ સ્વરૂપોમાં કરવામાં આવે છે, જે આરોગ્ય માટે અત્યંત લાભદાયી ગણાય છે. બીલીપત્રના તાજા પાંદડાનો રસ બનાવીને તેનું સેવન કરવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે અને પાચનતંત્રની સમસ્યાઓમાં રાહત મળે છે.આયુર્વેદ અનુસાર, બીલીપત્ર શરીરમાં વાત, પિત્ત અને કફના દોષને સંતુલિત કરે છે, જેના પરિણામે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેમાં રહેલા ઔષધીય તત્ત્વ તાવ અને શરદી જેવી સામાન્ય બીમારીઓમાં રાહત આપે છે, તેમજ ફાઈબર પાચનતંત્રને મજબૂત બનાવી પાચનક્રિયા સુધારે છે. બીલીપત્રમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરની અંદરની રક્ષણશક્તિને વધારીને આરોગ્ય જળવાય રાખવામાં સહાયક બને છે.
આયુર્વેદમાં બીલીપત્રનો ઉપયોગ વિવિધ સ્વરૂપોમાં કરવામાં આવે છે, જે આરોગ્ય માટે અત્યંત લાભદાયી ગણાય છે. બીલીપત્રના તાજા પાંદડાનો રસ બનાવીને તેનું સેવન કરવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે અને પાચનતંત્રની સમસ્યાઓમાં રાહત મળે છે. બીલીપત્રના સૂકવેલા પાંદડાનું ચૂર્ણ હૃદયરોગ અને હાઈ બ્લડપ્રેશરની સમસ્યાઓમાં ઉપયોગી થાય છે, કારણ કે તે રક્તસંચારને સુધારે છે. તેમજ બીલીપત્રના પાંદડાનો ઉકાળો તાવ અને શરદી જેવી તાત્કાલિક તકલીફોમાં પ્રાકૃતિક ઉપચાર તરીકે કામ કરે છે, જેના કારણે શરીરમાંથી દુષિત તત્ત્વો નીકળી જાય છે અને આરોગ્ય સુધરે છે.