વડતાલ: વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે ગુરુવારે તા: 07 મી ના રોજ વિજયા એકાદશીના શુભ દિને વડતાલ – અમદાવાદ , ગઢપુર, સારંગપુર , કલાલી અને ધોલેરા મંદિરમાં દ્રાક્ષનો અન્નકૂટ થયો. લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. વડતાલ મંદિરમાં શ્રીહરિકૃષ્ણ મહરાજ તથા શ્રીલક્ષ્મીનારાયણ દેવ વગેરે દેવોને 5000 કિલો લીલી અને કાળી દ્રાક્ષ નો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો .દિવસ દરમિયાન 30 હજાર થી વધુ હરિભક્તો એ દ્રાક્ષ અન્નકૂટ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
વડતાલ મંદિર ના મુખ્ય કોઠારી ડૉ .સંતવલ્લભદાસજી સ્વામી એ જણાવ્યું હતું કે નાસિક સ્વામિનારાયણ મંદિર તપોવન બ્રહ્મચર્ય આશ્રમ ના પુરાણી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના આશીર્વાદ સાથે પુજ્ય માધવ સ્વામીના યજમાન પદે ગુરુવારે એકાદશી ના પવિત્ર દિવસે વડતાલધામ માં 5 હજાર કિલો ,ગઢપુર 2 હજાર કિલો, સાળંગપુર 2 હજાર કિલો, ધોલેરા 1 હજાર કિલો , કલાલી 1 હજાર કિલો અને અમદાવાદ કાલુપુર મંદિર માં 2 હજાર કિલો દ્રાક્ષ મળી કુલ 13 હજાર કિલો દ્રાક્ષ નો અન્નકૂટ એકસાથે છ ધામ માં ધરાવવામાં આવ્યો હતો વડતાલ મંદિર ના દેવો ને આજે સૂકા મેવાના વાઘા ધરાવવા માં આવ્યા હતા .સંતો દ્વારા જાતે દ્રાક્ષ ના બગીચા તૈયાર કરી સ્વયં સેવકો એ ઉતારી છ ધામ માં દેવોને અન્નકૂટ માટે મોકલવામાં આવી હતી જ્યાં સંતો સાથે સ્વયંસેવકોએ જાતે મંદિરોમાં અન્નકૂટ ધરાવવાની સેવા કરી હતી ભક્તો દવારા ઋતુ પ્રમાણેના ફળોનો અન્નકૂટ ધરાવી દેવો નો રાજીપો પ્રાપ્ત કરે છે ,સવારે શણગાર આરતી થી સાંજે સંધ્યા આરતી દરમ્યાન એકાદશીના શુભ દિને 30 હજાર થી પણ વધુ હરિભક્તો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. છ ધામમાં થઈને ૧ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ ના ઉપક્રમે દેશ ના શહેરો માં સત્સંગ સભા નું પણ આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર અન્નકૂટ નું આયોજન પૂ.શ્યામવલ્લભ દાસજી સ્વામી તથા જીજ્ઞેશ – નિકુંજ , સ્મિત વગેરે સ્વયંસેવકો દ્વારામાં કરવામાં આવ્યું હતું.