Related Posts
હાલમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે ચેલેન્જ વોર ચાલુ રહ્યું છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ પ્રભાતપુરમાં એક સભાને સંબોધી હતી. જેમાં તેમણે પોતાના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ રાજીનામા અંગે જવાબ આપતાં કહ્યું હતું કે સોમવારે કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા પરંતુ રાજીનામું ન આપ્યું.
આગળ અમૃતિયાની ચેલેન્જ વિશે વાત કરતાં જણાવ્યું કે ‘મને વાંચતા, લખતા અને ચોરી પકડતા આવડે છે. ભાજપવાળાઓએ મુદ્દાને ભટકાવવા માટે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે છે. મેં કહ્યું જ નથી કે, હું રાજીનામું આપીશ.’ જે ગોપાલિયા ઇટાલિયાએ આખી સરકારને હરાવી તેમને કહેતા પણ શરમ નથી આવતી કે, ઇટાલિયા રાજીનામું આપશે.