આઠમના દિવસે અક્ષર રાસ ગરબા ગ્રુપે અવનવા સ્ટેપ રમી લોકોના દિલ જીત્યા

નવલી નવરાત્રીમાં દરેક ગુજરાતી ગરબે રમી માતાજીની આરઘના કરે. ગઇકાલે આઠમના દિવસે અમદાવા નો ગરબો માં અક્ષર રાસ ગરબાના આશરે 100 જેટલા ખેલૈયાઓ એક સાથે ગરબે ઘૂમી ઉપસ્થિત દરેક લોકોના દિલ જીતી લીધા.  ગ્રુપ દ્વારા અવનવા સ્પેપ્સ જેવા કે ગોવાળીયો,કચ્છી સ્ટેપ્સ એક સાથે રમી અદભૂત ગરબા રમ્યા હતા. ગ્રપના સભ્ય જીલ પટેલે નેશન ગુજરાત સાથે વાત કરતા જણાવ્યું કે, 70 થી વઘુ મિત્રો એક સાથે  હુડો, કચ્છી, મારવાડી, કાઠિયાવાડી સહિતના સ્ટેપમાં ગરબાકાઠિયાવાડી, મારવાડી, કચ્છી, હુડો બોમ્બે સ્ટેપ વગેરે જેવા 18 જેટલા સ્ટેપ તેવો શીખી અને નવરાત્રિના નવ દિવસ પાર્ટી પ્લોટ માં એક સાથે ગરબા રમવા જાય છે.

જીલે જણાવ્યું કે નવરાત્રીના 2 મહિના પહેલાથી ગ્રુપના સભ્યો અવનવા સ્પેપ્સની પ્રકેટીસ કરે છે. અને એક સાથે પાર્ટી પ્લોટમાં જઇ ગરબે ઘૂમી માતાજીની આરાઘના કરે છે. ગત વર્ષે કોરોના કારણે ગરબે ઘૂમવાનો અવસર મળ્યો નહતો પણ આજે સૌ મિત્રો સાથે મળી નવ દિવસ ગરબે ઘૂમ્યા છીએ.

ગ્રુપના ફોટા

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe