જન્માષ્ટમી નીમિત્તે કલોલ ખાતે શ્રી બજરંગબલી યુવક મંડળ દ્વારા જન્માષ્ટીની ભવ્ય ઉજવણી કરી

By: nationgujarat
27 Aug, 2024

ગઇકાલે જન્માષ્ટી નિમિત્તે ઠેર ઠેર જન્મોત્સવનો કાર્યક્રમ ઉજવાય છે , જન્માષ્ટીનો કાર્યક્રમ ગાંઘીનગર ના કલોલ ખાતે દર વર્ષે ભવ્ય કાર્યક્રમ ઉજવાય છે મહત્વનુ છે કે આ કાર્યક્રમમા સ્થાનિક યુવા નો  પોતે કાર્યક્રમનુ આયોજન કરતા હોય છે.

શ્રી બજરંગબલી યુવક મંડળ કલોલ દ્વારા વાળંદ વાસ પાંચ હાટડી બજાર કલોલ જી.ગાંધીનગર માં આવેલ હનુમાન દાદા ના મંદિરે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ નિમીત્તે ઉજવણી કરવા માં આવી હતી જેમાં ભગવાન વિષ્ણુ ના દસ અવતાર ની વેશભુષા કરવામાં આવી હતી તથા કાલીયા નાગ નો વધ, ગોવાળ અને ઓધવજી નો સંવાદ, ઉગ્રસેન નો દરબાર, કુષ્ણ ભગવાન દ્વારિકા માં આગમન, અને ભગવાન કૃષ્ણ અને સુદામા નું દ્વારિકા માં મિલન દર્શાવામાં આવ્યું હતું. આ પ્રદર્શનીમા યુવા કલાકારોએ જાતે તૈયારીન કરી સ્વ ખર્ચે આ કાર્યક્રમ કરી સૈને સુદામાજી અને ક્રષ્ણ ભગવાન વચ્ચેનો સંબધ અંગે પ્રદર્શની કરી હતી. આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામા નગરવાસીઓ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહીત કર્યા હતા  અને રાત્રે કુષ્ણ જન્મતોસ્વ મટકી ફોડી ઉજવયો હતો.

તો બીજી તરફ નવસારીના જલાલપોર તાલુકાના કાંઠાના કૃષ્ણપુર ગામે મટકી ફોડ કાર્યક્રમમાં દુર્ઘટના ઘટી છે.  કૃષ્ણપુર ગામે જુના બસ ડેપો પાસે મટકી ફોડતા સમયે દીવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો. દીવાલનો ભાગ તૂટી જતા સાત લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી છે. જેમાં પાંચ બાળકો પણ સામેલ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


Related Posts

Load more