દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ માટે વધુ એક મોટા સમાચાર!

By: nationgujarat
14 Oct, 2024

Gandhinagar : દિવાળીનાં તહેવારને (Diwali 2024) હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે દિવાળી પહેલા ફરી એકવાર રાજ્યનાં સરકારી કર્મચારીઓ (Government Employee) માટે મહત્ત્વનાં અને ખુશીનાં સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર તેના કર્મચારીઓને દિવાળીમાં ખુશ કરવા માગે છે અને આથી સરકારી વિભાગનાં તમામ કર્મચારીઓને ઓક્ટોબર મહિનાનો પગાર ઓક્ટોબરનાં જ ત્રીજા સપ્તાહમાં એટલે કે એક સપ્તાહ પહેલા આપવાની વિચારણા છે. સાથે જ લાંબી રજાઓને લઈને પણ વિચારણા ચાલી રહી છે.

ઓક્ટો.નો પગાર મહિનાના ત્રીજા સપ્તાહમાં જ મળી શકે

રાજ્યનાં સરકારી કર્મચારીઓ પર દિવાળી (Diwali 2024) પહેલા સરકાર મહેરબાન થઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, થોડા દિવસ પહેલા રાજ્ય સરકારે કર્મચારીઓનાં હિતમાં જૂની પેન્શન યોજના (Old Pension Scheme) સહિત ચાર મહત્ત્વના નિર્ણય લીધા હતા. ત્યારે હવે વિવિધ કર્મચારી મંડળોની માગને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ, દિવાળી પહેલા સરકાર તેના તમામ કર્મચારીઓને ખુશ કરવા માગે છે.

સરકારી કર્મચારીઓને સતત 4 રજાઓ આપવા વિચારણા

સૂત્રો મુજબ, રાજ્ય સરકાર (Gujarat Government) દિવાળી પહેલા તેના તમામ કર્મચારીઓને ઓક્ટોબર મહિનાનો પગાર ઓક્ટબરનાં ત્રીજા મહિનામાં જ એટલે એક એક સપ્તાહ પહેલા આપવાનું વિચારી રહી છે. સાથે જ વહીવટી વિભાગ દ્વારા એવી વિચારણા પણ થઈ રહી છે કે જેનાથી કર્મચારીઓ તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓ કોઈ પણ વિધ્ન વિના માણી શકે. આ નિર્ણય મુજબ, 31 ઓક્ટોબરે દિવાળીની રજા જાહેર કરાઈ છે પરંતુ, બેસતું વર્ષ અને ભાઈબીજનાં તહેવાર 2 અને 3 નવેમ્બરે છે, તેથી 1 નવેમ્બરે પડતર દિવસે પણ રજા જાહેર કરી શકાય છે. આથી, સરકારી કર્મચારીઓને 31 ઓક્ટો. થી 2 નવેમ્બર સુધી સળંગ 4 રજાઓનો લાભ મળી શકશે.


Related Posts

Load more