કમલમમાં આજે અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર જોડાશે ભાજપમાં

By: nationgujarat
05 Mar, 2024

Gujarat BJP: ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી અગાઉ આજે અનેક નેતાઓ ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર આજે ભાજપમાં જોડાશે. તે સિવાય એનએસયુઆઇના પૂર્વ નેતાઓ દિગ્વિજય દેસાઈ , ભુપેન્દ્રસિંહ ચૌહાણ, વિશાલ સોલંકી, નવલસિંહ દેવડા, બકુલસિંહ, વિપુલભાઈ દેસાઈ અને આર બી જેઠલજ સહિત અનેક લોકો ભાજપમાં જોડાશે

નોંધનીય છે કે ગઇકાલે ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું  હતું. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું હતુ. અર્જુન મોઢવાડિયાએ કૉંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી પણ રાજીનામું આપી દીધુ હતું.

અર્જૂન મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે,  યુવાકાળથી કૉંગ્રેસ સાથે જોડાયેલ હતો. કપરા સમયમાં જવાબદારી સંભાળી હતી. થોડા સમયથી ગૂંગળામણ અનુભવી રહ્યો હતો. છેલ્લા અનેક વર્ષોથી કૉંગ્રેસ પક્ષમાં આર્થિક અને સામાજિક બદલાવ લાવી શક્યો નહી. કૉંગ્રેસ પક્ષમાં મે બધું આપ્યું છોડવું મુશ્કેલ હતું. પોરબંદરના લોકોની આશા એવી જ હતી.  રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ સ્વીકારવામાં ન આવ્યું તે યોગ્ય નહોતું.

અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું

કોંગ્રેસ નેતા અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે બાદમાં પ્રદેશ કોંગ્રેસે અંબરીશ ડેરને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. પક્ષ વિરોધી પ્રવૃતિને ધ્યાને લઈને સસ્પેન્ડ કર્યા હતા. રાજીનામું આપવા પાછળ અંબરીશ ડેરે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું ન જવાને કારણ ગણાવ્યું હતું. અંબરીશ ડેરના કોગ્રેસ છોડવા પર સવાલ કરાતા કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જવાબ આપ્યો હતો કે, રવિવારે રાત્રે જ પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ અંબરીશ ડેરને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


Related Posts

Load more