અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

By: nationgujarat
24 Dec, 2024

Bill Clinton Hospitalised:અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને વોશિંગ્ટનની જ્યોર્જટાઉન યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિને તાવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ક્લિન્ટનના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ એન્જલ યુરેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિને સોમવારે બપોરે પરીક્ષણ અને નિરીક્ષણ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. યુરેનાએ કહ્યું કે તેમને હોસ્પિટલમાં સંપૂર્ણ સંભાળ મળી રહી છે.

બિલ ક્લિન્ટને જાન્યુઆરી 1993 થી જાન્યુઆરી 2001 સુધી પ્રમુખ તરીકે બે ટર્મ સેવા આપી હતી. તેમણે તાજેતરમાં ચૂંટણી દરમિયાન શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનને સંબોધિત કર્યું હતું અને કમલા હેરિસની વ્હાઇટ હાઉસ બિડ માટે પ્રચાર કર્યો હતો.


Related Posts

Load more