Ahmedabad rain : વટવા વિસ્તારમાં આવેલ બે તળાવ છલકાયા . અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન ની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી

By: Krunal Bhavsar
19 Jun, 2025

અમદાવાદને પ્રથમ વરસાદે ઘમરોળ્યું

ઘોડાસરથી વટવાને જોડતા રોડ પર હજુ પણ વરસાદી પાણી.

વટવા મહાલક્ષ્મી તળાવ ભી છલકાયું

છેલ્લા 8 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા હોવાનો સ્થાનિકોનો દાવો

અમદાવાદ મનપાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી. આજે વહેલી સવાર થી પડેલા ધોધમાર વરસાદ ને લીધે અમદાવાદ ના ઘોડાસ થી વટવા રેલવે બ્રિજ તરફ ના રોડ આવેલુંવાંદરવટ તળાવઓવરફ્લો થતા રોડ જાણે દરિયો બન્યો હોય એમ લાગતું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી, છેલ્લા 8 વર્ષ થી પાણીરાવ ની સમસ્યા યથાવત જોવા મળી આજે, એવી રીતે અમદાવાદ પૂર્વ માં આવેલા વટવા વિસ્તાર માં આવેલા મલક્ષ્મી તળાવ ભી આજ વહેલી સવારે પડેલા ભારે વરસાદ થી ઓવર ફલૉ થતા એનું પાણી રોડ પર ફરીવળ્યું હતું , અમુક સ્કુટી અને બાઈક પાણી માંથી પસાર થતા બંધ પડી ગયા હતા , વાહન ચાલકો ને પાણી ભરાતા નજીક માં આવેલી જગ્યા પાર પહોંચવા માટે ફરી ફરી ને જવા ની ફરજ પડી હતી , સાંજે મોડે થી કોર્પોરેશન ની ટીમ દ્વારા ગટર ના ઢાંકણા ખોલી દેવતા પાણી ઓસરી ગયા હતા.


Related Posts

Load more