FINAL INDIA SCORE – કોહલી OUT થતા સન્નાટો, ટીમ સંકટમાં

By: nationgujarat
19 Nov, 2023

ટોસ પછી તરત જ 9  વિમાનો  નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર ઉડવા લાગ્યા. એરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમમાં હાજર ખેલાડીઓ અને દર્શકો એર શોને જોઈને રોમાંચિત થઈ ગયા હતા.

ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીત્યો હતો. તેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તેણે પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. રોહિતે કહ્યું કે તે પહેલા બેટિંગ કરવા માંગતો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા: ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (wk), મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (c), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.

હાલ ટીમ ઈન્ડિયાની બેટિંગ શરૂ છે. કે એલ રાહુલ અને રવીન્દ્ર જાડેજા ક્રિઝ પર છે.

વિરાટે પોતાની ODI કરિયરની 72મી ફિફ્ટી ફટકારી. વિરાટ 54 રન બનાવી આઉટ થતા સ્ટેડિયમમાં સન્નાટો છવાયો હતો.

શ્રેયસ અય્યર 4 રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલા કેપ્ટન રોહિત શર્મા 47 રન બનાવીને આઉટ થયો હતો.રોહિત સતત બીજી મેચમાં 47ના સ્કોર પર આઉટ થયો હતો. ઓપનર શુભમન ગિલ 4 રન બનાવીને આઉટ થયો હતો.

રાહુલ અને કોહલીએ ટીમની ઈનિંગ સંભાળી હતી
શુભમન ગિલ, રોહિત શર્મા અને શ્રેયસ અય્યર આઉટ થયા પછી રાહુલ અને કોહલીએ ટીમની ઈનિંગ સંભાળી હતી. બંને વચ્ચે 67 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશિપ થઈ હતી. જેમાં કોહલીના 30 અને રાહુલના 37 રન હતા. આ પાર્ટનરશિપ એવા સમયે આવી હતી જ્યારે ઈન્ડિયાએ 81 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી.

પાવરપ્લેમાં ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પહેલી વિકેટ શુભમન ગિલની ગુમાવી હતી. ગિલ 4 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ રોહિત અને કોહલીએ 46 રનની પાર્ટનરશિપ કરી હતી. રોહિત સતત બીજી મેચમાં 47 રન બનાવી આઉટ થયો હતો. ટીમે 10 ઓવરમાં 80 રન બનાવી 2 વિકેટ ગુમાવી હતી.


Related Posts

Load more