નકલીએ તો હદ કરી લ્યા હો….ગુજરાતમાં નકલી તાલુકા કચેરીનો પર્દાફાશ

By: nationgujarat
19 Jul, 2025

ગુજરાતમાં નકલીની ભરમાર ચાલી રહી છે. હવે તો તાલુકા પંચાયત કચેરી પણ નકલી મળી છે. આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? ગુજરાતની જનતા નકલીના જાળમાં ફસાઈ ગઈ છે. ગોંડલમાં હવે નકલી તાલુકા પંચાયત કચેરી મળી આવી છે. સરકારી જમીનમાં ગેરકાયદે પ્લોટિંગ બતાવી હરાજી કરી તાલુકા પંચાયતના હુકમ આપ્યા, જેના આધારે દસ્તાવેજ પણ થવા લાગ્યા. રાજ્યમાં વધુ એક નકલી કચેરીનો પર્દાફાશ થયો છે. રાજકોટના ગોંડલમાં હવે નકલી તાલુકા કચેરી ઝડપાઈ છે. કાગળ પર પ્લોટિંગ કરી આ ઓફિસના માધ્યમથી ગ્રામજનોના રૂપિયા ચાંઉ કરાયા છે. સરકારી જમીનની હરાજી કરી નકલી હુકમ-સનદ આપવામાં આવ્યા. શંકા ન જાય તે માટે પ્રતિ ચો.મી. 300 રૂપિયા લાંચ પણ લઈ લેવાઈ. સમગ્ર કૌભાંડમાં પૂર્વ તલાટી કમ મંત્રીનો પણ હાથ હોવાનું સામે આવ્યુ છે. તાલુકા કચેરીના સિક્કા-લેટરપેડનો પણ દુરુપયોગ થયો.

મહત્વનું છે કે, રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે હવે વધુ એક નકલી કચેરીનો પર્દાફાશ થયો. રાજકોટના ગોંડલમાં નકલી તાલુકા કચેરી ઉભી કરી ત્રાકુડા ગામે સરકારી જમીનની હરાજી કરીને નકલી સનદ અને હુકમ બનાવી દીધાની ઘટના સામે આવી. હરાજીને સાચી બતાવવા માટે ભેજાબાજોએ પ્રતિ ચોરસમીટર 300 રૂપિયાની લાંચ પણ લીધી હતી. સમગ્ર કૌભાંડમાં ગામના પૂર્વ તલાટી કમ મંત્રીનો ભરપૂર સાથ રહ્યો. ગામના સરવે નંબર-91ની પાંચ એકર જગ્યામાં સરકારે પ્લોટની હરાજી કરીને ગ્રામજનોને ફાળવવાની મંજૂરી આપ્યાની ગામમાં વાત વહેતી કરી. કાગળો તૈયાર કરી જુદા-જુદા 25 પ્લોટ 890થી 900 રૂપિયા સુધીની ઊંચી બોલી લગાવનારને આપવામાં આવ્યા હતા. જેમાં સનદ અને તાલુકા પંચાયતના હુકમ પણ હતા. હરાજી બાદ પ્લોટ વેચવા માટે અમુક શખ્સોએ પ્રક્રિયા હાથ ધરી. જેના દસ્તાવેજોની તપાસ કરતા સમગ્ર હરાજી પ્રક્રિયા ખોટી હોવાનો ઘટસ્ફોટ થયો.


Related Posts

Load more