Exit Poll 2024 : એક્ઝિટ પોલ એટલે શું અને તે કેવી રીતે થાય છે તૈયાર, જાણો પ્રથમ વખત ક્યારે કરવામાં આવી શરૂઆત

By: nationgujarat
01 Jun, 2024

લોકસભા 2024 ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો પોતાની સત્તા બનાવવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પૂર્ણ થતા એક્ઝિટ પોલ (Exit Poll 2024) પણ બહાર આવે છે. ત્યારે આ અહેવાલમાં જણાવીશું કે, એક્ઝિટ પોલ શું છે અને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?

અમદાવાદ: લોકસભાની સામાન્ય ચૂંટણીના (Gujarat Election 2022) છેલ્લા અને સાતમાં તબક્કાનું મતદાન આજે છે. જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણીનું પરિણામ 4 જૂનના રોજ આવશે. આ સાત તબક્કાનું મતદાન પૂર્ણ થતા જ દેશની અલગ અલગ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ (Exit Poll 2022) પણ બહાર પાડવામાં આવશે. ત્યારે આ એક્ઝિટ પોલ શું છે અને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?તમામ એજન્સીઓ તેમના એક્ઝિટ પોલ જાહેર કરે છે. એક્ઝિટ પોલ ચોક્કસપણે ચૂંટણી પરિણામોની ખાતરી આપતા નથી. જણાવી દઈએ કે, ચૂંટણી પંચ સત્તાવાર આંકડા જાહેર કરે છે. આવી સ્થિતિમાં કઈ સર્વે એજન્સીનો એક્ઝિટ પોલ સૌથી સચોટ છે તે તો પરિણામની તારીખે જ ખબર પડે છે. એક્ઝિટ પોલ શું હોય અને એક્ઝિટ પોલ કેવી રીતે તૈયાર થાય છે?

સૌથી પહેલા આપણે સમજીએ કે આ એક્ઝિટ પોલ શું છે. એક્ઝિટ પોલ એ એક રીતે મતદાન પછી ઝડપી સર્વે છે. સર્વે એજન્સીઓ મતદાન કર્યા બાદ મતદારો પાસેથી મતદાનની માહિતી લેવામાં આવે છે. તેઓએ કોને મત આપ્યો, કોન કોના પર ભારે છે, આવા પ્રશ્નો સીટ પરની જીત કે હાર નક્કી કરે છે. આ ડેટાને એક્ઝિટ પોલ તરીકે ઓળખવામાં આવે છે.એક્ઝિટ પોલના રૂજાન દ્વારા તારણો કાઢવાનો પ્રયાસ કરે છે. મતદારો સાથે વાત કરીને શું પરિણામ આવી શકે છે તેનો અંદાજ કાઢવામાં આવે છે. મતદારો પાસેથી મળેલી માહિતી મુજબ, કયો ઉમેદવાર કે રાજકીય પક્ષ જીતી રહ્યો છે અને કયો હારી રહ્યો છે તેનો અંદાજ લગાવવામાં આવે છે. તે જરૂરી નથી કે એક્ઝિટ પોલ સંપૂર્ણ રીતે પરિણામમાં ચોક્કસ ઉતરે. એક્ઝિટ પોલ ક્યારેક સાચા અને ક્યારેક ખોટા સાબિત થાય છેભારતની જેમ વિશ્વના ઘણા દેશોમાં ચૂંટણી પહેલા એક્ઝિટ પોલ લેવામાં આવે છે. આ મતદાન અમેરિકાથી લઈને એશિયા અને આફ્રિકા સુધીના ઘણા ખંડો પર કરવામાં આવ્યું છે. પરંતુ પ્રથમ એક્ઝિટ પોલ 1936માં અમેરિકામાં હાથ ધરવામાં આવ્યો હતો. તે સમયે જ્યોર્જ ગેલપ અને ક્લાઉડ રોબિન્સને ન્યૂયોર્કમાં એક સર્વે કર્યો હતો. મતદાન મથકોની બહાર આવતા મતદારોને પૂછવામાં આવ્યું કે, તેઓએ પ્રમુખ પદ માટે કયા ઉમેદવારને મત આપ્યો છે.

આ એક્ઝિટ પોલમાં ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ જીતશે તેવી આગાહી કરવામાં આવી હતી જે ચૂંટણી પરિણામોમાં સાચી સાબિત થઈ હતી. આ પછી, એક્ઝિટ પોલનો ટ્રેન્ડ આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ ગયો છે. આ પછી, પ્રથમ એક્ઝિટ પોલ 1937માં બ્રિટનમાં અને 1938માં ફ્રાન્સમાં કરવામાં આવ્યા હતા.1957 માં બીજી સામાન્ય ચૂંટણીમાં ભારતમાં પ્રથમ વખત એક્ઝિટ પોલ હાથ ધરવામાં આવ્યો હતો. આ મતદાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ઓપિનિયન દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ તેને સંપૂર્ણ રીતે એક્ઝિટ પોલ ન કહેવાય. આ પછી, 1980માં ડૉ. પ્રણય રોયે પહેલો એક્ઝિટ પોલ કરાવ્યો હતો.એક્ઝિટ પોલના દૃષ્ટિકોણથી 1996ની લોકસભાની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તે સમયે દૂરદર્શન પર એક્ઝિટ પોલ બતાવવામાં આવ્યા હતા. આ પહેલીવાર હતું જ્યારે એક્ઝિટ પોલના પરિણામો ટીવી પર બતાવવામાં આવ્યા હતા. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS) દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો.


Related Posts