કોંગ્રેસે રેસ, લગ્ન અને રેસના ઘોડાઓને અલગ તારવવા માટે કવાયત શરૂ કરી છે તેવા જ સમયે પક્ષમાં કકળાટ શરૂ થયો છે. ભાજપ બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં લેટરકાંડ થયો છે. અમદાવાદ કોંગ્રેસના બે નેતાઓ સામે લેટર બોમ્બ ફુટ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખની સેન્સ પ્રક્રિયા સમયે જ પત્રિકા કાંડ થયો છે. અમદવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર પર આક્ષેપ કરતી પત્રિકાઓ ફરતી થઈ છે. શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલને સસ્પેન્ડ કરવા માંગ કરતી પત્રિકા વાયરલ થઈ છે. નનામી પત્રિકામાં અમદાવાદ શહેર કોંગ્રેસના બે નેતાઓના ભાજપ સાથેના સંબંધોનો ઉલ્લેખ કરાયો છે. નનામી પત્રિકા કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ, પ્રભારી મુકુલ વાસનિકને પણ મોકલી અપાઈ છે. કોંગ્રેસ કાર્યાલય પર થયેલ પથરાવ સમયે હિંમતસિંહે ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાનો પત્રિકામાં દાવો કરાયો છે. તેમજ શૈલેષ પરમારને બચાવવા કોંગ્રેસના કાર્યકરોની બલી ચઢાવાઈ હોવાનો પણ ઉલ્લેખ છે. પથરાવની ઘટના બાદ ધારાસભ્ય અમિત શાહના પુત્ર અને શૈલેષ પરમારનું નામ ફરિયાદમાં ના લખાય એવું સમાધાન કર્યું હોવાનો દાવો કરાયો. ભાજપ-કોંગ્રેસની મિલીભગતના કારણે કોંગ્રેસના કાર્યકરોએ જેલની હવા ખાવી પડી હોવાનો દાવો કરાયો. પથરાવની ઘટનામાં કાર્યકરોનો ભોગ લેનાર હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારને સસ્પેન્ડ કરવા માંગ કરાઈ છે.
કોંગ્રેસના બે નેતાઓ વિરુદ્ધ પત્રિકા વાયરલ
રાહુલ ગાંધી ગુજરાતમાં એક્ટિવ થયા બાદ લગ્નના અને રેસના ઘોડાઓને અલગઅલગ તારવવાની વાત કહી ચૂક્યા છે. તો સાથે જ ભાજપ સાથે ભળીને કામ કરતા કોંગ્રેસી નેતાઓને હાંકી કાઢવાની વાત પણ કહી ચૂક્યા છે. આવામાં કોંગ્રેસમાં મોટો લેટર બોમ્બ ફૂટ્યો છે. અમદાવાદ કોંગ્રેસના બે નેતાઓ વિરુદ્ધ પત્રિકા વાયરલ થઈ છે. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ધારાસભ્ય શૈલેષ પરમારને પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરવા માટે સસ્પેન્ડ કરવાની માંગ કરાતા ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહિ, શૈલેષ પરમારને બચાવવા કોંગ્રેસના કાર્યકર્તાઓની બલી ચઢાવાઈ હોવાનો આક્ષેપ કરાયો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ અને શૈલેષ પરમારના તાત્કાલિક પક્ષમાંથી હાંકી કાઢવાની માંગ પત્રિકામાં કરાઈ છે. વાયરલ પત્રિકા મુજબ, હિંમતસિંહ ભાજપના સાથે સેટિંગ કરે છે. આ પત્ર મુજબ, હિંમતસિંહ ભાજપના નેતાઓ સાથે આર્થિક સેટિંગ કરી રાજકારણ રમે છે.
શૈલેષ પરમારને બચાવવા કોંગ્રેસના કાર્યકરોની બલિ ચઢાવાઈ હોવાનો આરોપ પણ લગાવાયો છે. ભાજપ-કોંગ્રેસની મિલીભગતના કારણે કોંગ્રેસના કાર્યકરોએ જેલની હવા ખાવી પડી હોવાનો આરોપ પત્રિકામાં કરવામાં આવ્યો છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલનો ખુલાસો
હિંમતસિંહ પટેલે વાયરલ પત્રિકા મુદ્દે ખુલાસો કરતા કહ્યું કે, આ જૂની અને વાહિયાત વાત છે. કોંગ્રેસ કાર્યાલય પર જે રીતે હુમલો કરાયો હતો ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ સંઘર્ષ કર્યો હતો. પોલીસે કોંગ્રેસના આગેવાનોની ધરપકડ કરી હતી. રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશના નેતાઓ આ બાબતથી વાકેફ છે. આ ભાજપ સાથે જોડાયેલા લોકોનું ષડયંત્ર છે. ભાજપ સાથે મળેલા લોકોએ આ કાવતરું કર્યું છે. પાર્ટી હાઇકમાન્ડે આની ગંભીરતાથી નોંધ લીધી છે. નામો સામે આવશે તો સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લઈશું. CCTV ફુટેજના આધારે ફરિયાદ થઈ હતી.