બોલિવૂડ : આજે અમે તમને બોલિવુડની એક એવી એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે થોડા વર્ષો પહેલા જ કેનેડાથી ભારત આવી હતી. અહીંયા તે તેની સાથે ઘણા સપનાઓ પણ લાવી હતી અને તેણે હાલ ખૂબ મોટુ નામ બનાવી દીધુ છે. કેનેડાથી પાંચ હજાર રુપિયા લઈને ભારત આવનાર આ એક્ટ્રેસનું નામ છે નોરા ફતેહી(Nora fatehi). જેને આજે કોઈ ઓળખની જરુર નથી. નોરા ફતેહીએ આજે તેના કરિયરમાં ખુબ પ્રગતિ કરી છે. પરંતુ તેણે ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો.
નોરા ફતેહીના લટકા-ઝટકા પર ફેન્સ દિલ હારી જાય છે. તેના ડાન્સ મુવ્સને ખૂબ પસંદ કરવામાં આવે છે. પરંતું એક વખત નોરા ફતેહી સાથે ખુબ દુરવ્યવ્હાર થયો હતો. તેણે નોરા સાથે પહેલા દુરવ્યવ્હાર કર્યો અને પછી થપ્પડ લગાવી દીધી હતી. પછી તેના વાળ પણ કેંચી નાખ્યા હતા. નોરાએ પીછેહટ કર્યા વગર એક્ટરને પણ તમાચો મારી દીધો હતો. બંને વચ્ચે ખૂબ લડાઈ તી હતી. આ કિસ્સો તેણે પોતે શેર કર્યો હતો.
એકવાર નોરા ફતેહી પ્રખ્યાત હાસ્ય કલાકાર કપિલ શર્માના શોમાં જયદીપ અહલાવત અને આયુષ્માન ખુરાના જેવા કલાકારો સાથે આવી હતી. ત્યારે કપિલે નોરાને પૂછ્યું હતું કે, શું તમે જે પણ શૂટિંગ માટે જાઓ છો તેમાંથી કોઈ પણ ક્યારેય યોગ્ય રીતે થાય છે? હંમેશા કોઈને કોઈ સમસ્યા હોય છે?”આ અંગે નોરાએ કહ્યું હતું કે, આવું દર્શકો અને ચાહકો સાથે થયું નથી, પરંતુ સહ-અભિનેતા સાથે થયું છે. મારી પહેલી ફિલ્મમાં, અમે સેટ પર હતા અને અમે બાંગ્લાદેશના સુંદરવનમાં, જંગલમાં શૂટિંગ કરી રહ્યા હતા.”એક કો-સ્ટાર મારી સાથે ખરાબ વર્તન કરતો હતો, તેથી મેં તેને થપ્પડ મારી દીધી.