ડાયરેક્ટર મારી સાથે સુવા માગતા અને…’, એલી અવરામના સનસનાટી ભર્યા ખુલાસા !

By: Krunal Bhavsar
16 Jul, 2025

SHOCKING: અભિનેત્રી (Bollywood)એલી અવરામ (Elli AvrRam)પોતાના અંગત જીવનના કારણે સતત ચર્ચામાં આવી છે તેનું એક માત્ર કારણ છે કે, યુટ્યુબર આશિષ ચંચલાની સાથે રોમેન્ટિક અંદાજમાં ફોટો વાયરલ થઈ રહ્યો છે. હાલમાં જ બંને એ પોતાના સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે જેના કારણે તેમના અફેરની ચર્ચાઓ તેજ જોવા મળી રહી છે. હવે એલી અવરામનું એક જૂનું ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, એક ડિરેક્ટર તેની સાથે સૂવા માંગતો હતો.

એલી અવરામનું સલમાન સાથે અફેર?

એલી અવરામનુ અનેક અભિનાતાએ સાથે અફેર હોવાની ચર્ચા થઈ હતી જેમા સલમાન ખાનનું નામ પણ સામેલ છે. એલી અવરામનું નામ અગાઉ સલમાન ખાન સાથે પણ જોડાઈ ચુક્યું છે પરંતુ અભિનેત્રીએ આ સમાચારો પર પ્રતિક્રિયા આપીને કહ્યું હતું કે, આ માહિતી સંપૂર્ણ પાયાવિહોણી છે અને અમારા વચ્ચે કોઈ અફેર નથી. એલી અવરામે સલમાન ખાનને માર્ગદર્શક ગણાવ્યો હતો.

એલી અવરામ સાથે થયું આવું વર્તન

એલી અવરામનું એક જૂના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘જ્યારે હું અહીં આવી ત્યારે હું કેટલીક મીટિંગ માટે ગઈ હતી. મને યાદ છે કે ત્યાં ખાસ કરીને બે ડિરેક્ટર હતા. તેમને મારી સાથે હાથ મિલાવ્યા અને બાય કહ્યું. તેઓએ મારી હથેળી પર તેમનો હાથ ફેરવ્યો હતો. આ પહેલા એક કે બે અન્ય લોકોએ મારી સાથે આવું કર્યું હતું. ત્યાર બાદ મે મારા મિત્રને પૂછ્યું કે, શું ભારતમાં આવું થાય છે કે લોકો પહેલા હાથ મિલાવે છે અને પછી હથેળી પર હાથ ફેરવે. મને સમજાતું નથી કે તેનો અર્થ શું છે.’

તારી સાથે સૂવા માંગે….

મારા મિત્રએ કહ્યું કે તને ખબર છે આનો અર્થ શું છે ‘તે તારી સાથે સૂવા માંગે છે. તેણે આ કહ્યું કે તરત જ મને આ પહેલા શું બન્યું હતું તે બધું યાદ આવી ગયું જે લોકોએ મારી સાથે આવું કર્યું. હું એ સમયે ખૂબ જ ભોળી હતી મને આ બધી વસ્તુઓ સમજાતી નહોતી. મને હજુ પણ આ યાદ છે.’ એલીએ જણાવ્યું હતું કે મિકી વાયરસ પહેલા તેને ત્રણ વધુ ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે તે કરવાનો ઇનકાર કરી દીધો હતો. એલીને લાગ્યું કે આ કદાચ બી-ગ્રેડ અને સી-ગ્રેડ ફિલ્મો હશે. તે સમયે એલીને સારી લાગણી નહોતી.


Related Posts

Load more