‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાનીની વાપસી, કહ્યું- હું સીરિયલના વારસાનું સન્માન કરવા માગુ છું

By: Krunal Bhavsar
07 Jul, 2025

Smriti Irani: છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ સીરિયલ નવી સીઝન અંગે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, સ્મૃતિ ઈરાની ફરી એકવાર આ સીરિયલમાં જોવા મળશે. હવે તેમણે સીરિયલમાં અભિનય કરવા અંગે ઓફિશિયલ નિવેદન આપ્યું છે.

‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ સીરિયલ યાદ આવી

સ્મૃતિ ઈરાનીએ એક સત્તાવાર નિવેદન આપતા કહ્યું કે, ‘કેટલીક યાત્રાઓ એક ગોળ સર્કલ જેવી હોય છે. આ જૂની યાદો માટે નથી, પરંતુ તેની પાછળ એક હેતુ હોય છે. ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ સીરિયલમાં પાછા ફરવાનું માત્ર એક રોલમાં પરત ફરવાનું નથી. આ એ સ્ટોરી તરફ પરત ફરવાનું જેણે ભારતીય ટેલિવિઝનની નવી પરિભાષા આપી છે, તેમજ મારા જીવનને એક નવો આકાર આપ્યો. તેનાથી મારા કરિયરમાં સફળતા આપવા કરતાં તેણે મને લાખો ઘરો સાથે જોડાવાની તક આપી છે.’

સ્મૃતિ નવી સીઝનનો ભાગ કેમ બની

સ્મૃતિ ઈરાની વધુમાં આગળ કહે છે, ’25 વર્ષમાં મેં બે શક્તિશાળી પ્લેટફોર્મ, મીડિયા અને પબ્લિક પોલીસી પર કામ કર્યું છે. આ બંને કામ માટે અલગ અલગ પ્રકારના સમર્પણની જરૂર પડે છે. આજે હું એવા તબક્કે ઉભી છું, ત્યાં અનુભવ ભાવનાઓ સાથે મળે છે અને રચનાત્મકતા, દૃઢ્ઢ વિશ્વાસમાં જઈ મળે છે. હું માત્ર એક અભિનેત્રી તરીકે જ નહીં, પરંતુ એક એવી વ્યક્તિ તરીકે પાછી ફરી રહી છું, જે સંસ્કૃતિને જાળવી રાખે છે અને લોકોમાં સહાનુભૂતિ પેદા કરે છે. હું આ બાબતોમાં સંપૂર્ણ વિશ્વાસ રાખું છું.’

સીરિયલના વારસા માટે સન્માન

સ્મૃતિ ઈરાનીએ તેમના ઓફિશિયલ નિવેદનમાં ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ સીરિયલ વિશે એક ખાસ વાત કહે છે. તે કહે છે, ‘હું નવી સીઝનમાં યોગદાન આપીને આ સીરિયલના વારસાનું સન્માન કરવા માંગુ છું. હું એક એવું ભવિષ્ય બનાવવામાં મદદ કરવા માંગુ છું, જ્યાં ઇન્ડિયન ક્રિયેટિવ ઇન્ડસ્ટ્રી મજબૂત બને.

 


Related Posts

Load more