Entertainment: ગાયક Rahul Fazilpuria પર ફાયરિંગ બાદ પોલીસ તપાસ શરુ

By: Krunal Bhavsar
14 Jul, 2025

Entertainment : હરિયાણવી અને બોલીવુડ ગાયક રાહુલ ફાજિલપુરિયા (Rahul Fazilpuria)પર ફાયરિંગ કરવામાં આવી છે. ગુરુગ્રામના એસપીઆર રોડ પર અજાણ્યા શખ્સોએ ઘટનાને અંજામ આપ્યો છે. પરંતુ સદનસીબે રાહુલ ઇજાગ્રસ્ત થયા નથી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અને ફાયરિંગ કરનાર શખ્સ કોણ હતા. અને કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યો છે. તે મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

રાહુલ યાદવ ફાજિલપુરિયા કોણ છે?

ગુરુગ્રામથી જેજેપીના લોકસભા ઉમેદવાર રાહુલ યાદવ ફાજિલપુરિયા આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ કપૂર એન્ડ સન્સમાં લડકી બ્યુટીફુલ, કર ગઈ ચુલ ગીતથી ઓળખ મેળવી હતી. તે હરિયાણવી ગીતો માટે ખૂબ જ પ્રખ્યાત છે. રાહુલ રાજસ્થાન સરહદથી માંડ 40 કિમી દૂર ગુરુગ્રામના એક નાનકડા ગામ ફાજિલપુર ઝારસાનો રહેવાસી છે. તે એક વેપારી પરિવારમાંથી આવે છે અને ગુરુગ્રામની એક ખાનગી શાળામાંથી તેનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. રાહુલ ઘણીવાર ભારતભરમાં અને ઘણા વિદેશી દેશોમાં વિવિધ શોમાં પરફોર્મ કરે છે અને બોલીવુડમાં હરિયાણવી અને રેપ ગીતો ગાય છે.

 

એલ્વિશ યાદવ સાથે કનેક્શન

રાહુલ યાદવ ફાજિલપુરિયા ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે ગુરુગ્રામ પોલીસે એક ગીતના શૂટિંગ દરમિયાન તેમના ગળામાં સાપ લપેટવા બદલ તેમની સામે કેસ નોંધ્યો હતો. બાદમાં, ફાજિલપુરિયાની સાથે, પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવનું નામ પણ આ કેસમાં સામે આવ્યું હતુ. પીપલ ફોર એનિમલ્સ નામની સંસ્થા દ્વારા ગાયક સામે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.


Related Posts

Load more