Pawan Singh : ભોજપુરી સ્ટારનું નવું દેશભક્તિ ગીત ‘સિંદૂર’ રિલીઝ થતાં જ Viral થયું

By: Krunal Bhavsar
14 May, 2025

Pawan Singh : ભોજપુરી સિનેમાના પાવર સ્ટાર એવા પવન સિંહ (Pawan Singh) ના ગીતોને દર્શકોનો ભરપૂર પ્રેમ મળે છે. જ્યારે પવન સિંહ કોઈપણ ટ્રેન્ડિંગ સબ્જેક્ટ પર ગીત બનાવે છે, ત્યારે તે ફેન્સના સપોર્ટને લીધે ઝડપથી વાયરલ થઈ જાય છે. આજે 11 મેના રોજ પવન સિંહનું ગીત ‘સિંદૂર’ રિલીઝ થયું છે. આ ગીત રિલીઝ થતા જ Viral થઈ ગયું છે. આ લખાય છે ત્યાં સુધી આ ગીતને 4 લાખથી વધુ લોકોએ જોયું છે અને હાલમાં આ ગીત યુટ્યુબ પર 6ઠ્ઠા નંબરે ટ્રેન્ડ કરી રહ્યું છે. Pawan Singh ના આ ગીતને ફેન્સ ખૂબ પ્રેમ આપી રહ્યા છે.

PM Modi ના નામનો ઉલ્લેખ

22મી એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત સરકારે ‘ઓપરેશન સિંદૂર’ નામનું મિશન કર્યુ હતું. ભોજપુરીના જાણીતા સ્ટાર પવન સિંહે આના પર એક જોશીલું ગીત બનાવ્યું છે. આ ગીતમાં પવન સિંહે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ની સાથે ઘણા મોટા નેતાઓના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. 11 મેના રોજ સવારે પવન સિંહની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ‘સિંદૂર’ નામનું ગીત અપલોડ કરવામાં આવ્યું. આ ગીતના શબ્દો છોટુ યાદવે લખ્યા છે અને સંગીત સરગમ આકાશે આપ્યું છે. આ ગીત પવન સિંહે ગાયું છે. ગીતમાં પવન સિંહે એક્ટિંગ પણ કરી છે. તેમની સાથે વિષ્ણુ સિંહ લાડુ પણ આ ગીતમાં દેખાય છે.

 

ગીતનો કોન્સેપ્ટ

ભોજપુરીના જાણીતા સ્ટાર Pawan Singh એ એક જોશીલું ગીત બનાવ્યું છે. જે જોતજોતામાં યુટ્યુબ પર વાયરલ થઈ ગયું છે. આ ગીતની શરૂઆતમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને બતાવવામાં આવ્યો છે. આ પછી, પવન સિંહ પીએમ મોદીનું ભાષણ સાંભળતો હોય તેવું દ્રશ્ય આવે છે. આ ગીતની શરુઆતમાં પવન સિંહને ખૂબ જ દુઃખી દર્શાવાય છે. ત્યારબાદ આ ગીતમાં પીએમ મોદી (PM Modi) , ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગીતમાં ઉદાસ દેખાતા પવન સિંહ સરકારને પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા વિનંતી કરે છે. છેલ્લે ગીતમાં પાવર સ્ટાર ભારતીય સેનાના વખાણ કરતો જોવા મળે છે

 

 

 

 


Related Posts

Load more