‘મને પરેશાન કરાઇ રહી છે, મોડું થઈ જાય તે પહેલા કોઈ બચાવો’, અભિનેત્રીએ રડતાં રડતાં સોશિયલ મીડિયામાં ઠાલવી વેદના

By: Krunal Bhavsar
24 Jul, 2025

Tanushree Dutta: અભિનેત્રી તનુશ્રી દત્તાએ તેના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ગઈ કાલે (22 જુલાઈ) એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે રડતી જોવા મળી રહી છે અને મદદની માગ કરી રહી છે. આ વીડિયોમાં તે કહે છે કે, ‘મિત્રો મને મારા જ ઘરવાળા પરેશાન કરી રહ્યા છે, મેં પોલીસને ફોન કર્યો હતો. એમણે મને પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવા કહ્યું હતું. હું કાલે કે પરમદિવસે ફરિયાદ કરીશ. મારી તબિયત સારી નથી. મને ચાર-પાંચ વર્ષોમાં એટલી હેરાન કરાઈ છે કે, હું કામ નથી કરી શકતી.’ આ વીડિયો વાઇરલ થયા બાદ મુંબઈ પોલીસે તનુશ્રીના ઘરે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

2018થી હું હેરાન થઈ રહી છું: તનુશ્રી દત્તા

તનુશ્રીએ આગળ કર્યું કે ‘હું ઘરમાં એક નોકરાણી નથી રાખી શકતી. મને નોકરાણી રાખવાનો પણ અનુભવ છે. તે ઘરમાં ચોરી કરી છે, મને કામ કરવું પડે છે. મારા દરવાજે આવી લોકો…’ આટલી વાત કહી તનુશ્રી  ધ્રુસકે-ધ્રુસકે રડી પડે છે. તેણે આગળ કહ્યું કે, ‘વર્ષ 2018થી ઘરવાળા મને હેરાન કરી રહ્યા છે.

આ પોસ્ટ સિવાય તનુશ્રીએ વધુ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં પાછળથી એક મશીનનો અવાજ આવી રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ કહી રહી છે કે,  ‘છેલ્લા પાંચ વર્ષથી (2020થી) રોજ મારા ઘરના ધાબે અને દરવાજા પાસે આવો અવાજ સંભળાય છે. મેં સોસાયટીના મેનેજમેન્ટને પણ આ વિશે ફરિયાદ કરી કરીને થાકી ગઈ છું , હવે હું આવો જ અવાજ સાંભળીને જીવી રહી છું.  હું મારા મનને શાંત રાખવા હવે હેડફોન લગાવી મંત્રો સાંભળું છું. આજે મારી તબિયત ઘણી ખરાબ હતી. વિચારો કાલે મેં વીડિયો પોસ્ટ કર્યો હતો અને આજે હવે મારી આવી હાલત છે. હવે સમજો હું કેવી પરિસ્થિતિનો સામનો કરી રહી છું. હજી ઘણી ફરિયાદ છે જે હું FIR કરીને જણાવીશ.’

2018 માં મી ટૂ મૂવમેન્ટ

આ વીડિયો જોઈને અનુમાન લગાવાઈ રહ્યું છે કે તનુશ્રી તેના પડોશી અને તેના ઘરમાં આવતા અવાજોથી પરેશાન છે. જણાવી દઈએ કે અગાઉ વર્ષ 2018માં તનુશ્રીએ અભિનેતા નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ પણ લગાવ્યો હતો. આ મામલે તનુશ્રીએ કોર્ટમાં કેસ કર્યો હતો. પણ નાના પાટેકર સામે કોઈ પુરાવા ન મળતા કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

કેટલાકે તેની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી પરંતુ કેટલાકે તે નવો તમાશો  જ સર્જી  રહી હોવાનું જણાવ્યું હતું.

 


Related Posts

Load more