2016માં Shilpa Shetty એ કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું
દીપક કોઠારીએ વધુમાં જણાવ્યું કે, એપ્રિલ 2016માં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ તેમને વ્યક્તિગત ગેરંટી આપી હતી. પરંતુ થોડા જ મહિનાઓ પછી, સપ્ટેમ્બર 2016માં શિલ્પાએ કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું. આ દરમિયાન કંપની સામે 1.28 કરોડ રૂપિયાનો નાદારીનો કેસ પણ નોંધાયો, જેના વિશે કોઠારીને કોઈ જાણકારી આપવામાં આવી નહોતી.
પૈસા પરત ન મળતાં ફરિયાદ
કોઠારીએ વારંવાર પોતાની રકમ પરત માંગ્યા છતાં તેને પૈસા પાછા આપવામાં આવ્યા નહીં. આખરે, તેમણે મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. હવે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ આ કેસની તપાસ હાથ ધરી છે અને શિલ્પા શેટ્ટી તથા રાજ કુન્દ્રા સામે કાર્યવાહી શરૂ કરી છે.