બોલિવૂડ અભિનેત્રીનું કબૂલનામું, ફિલ્મ મેકર્સે PR સ્ટંટ માટે મારા મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા’,

By: Krunal Bhavsar
21 Jul, 2025

Bollywood Actress PR stunt : એક સમયે એવી અફવા ફેલાઈ હતી કે, શિલ્પા શિરોડકરની ફિલ્મ ‘રઘુવીર’ નું શૂટિંગ દરમિયાન મોત થયું છે. વર્ષ 1995માં રિલીઝ થયેલી આ ફિલ્મ સુનીલ શેટી લીડ રોલમાં હતા, તેમની સાથે શિલ્પા શિરોડકર, સુરેશ ઓબેરોય, સુધા ચંદ્રન, મોહનીસ બહલ, અરુણા ઈરાની, ગુલશન ગ્રોવર અને પ્રેમ ચોપડા પણ હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન એવી અફવા ફેલાઈ હતી કે, શિલ્પાને ગોળી મારી હત્યા કરવામા આવી છે. જેના કારણે અભિનેત્રીના ઘરે અફરા તફરી મચી ગઈ હતી. જોકે, પછીથી મેકર્સે કહ્યું કે, આ ફિલ્મના પ્રમોશન માટેનો સ્ટંટ હતો

હાલમાં મીડિયા સાથે વાત કરતાં શિલ્પા શિરોડકરે આ ગેરસમજને યાદ કરી હતી. તેણે કહ્યું કે, ‘હું કુ્લ્લુ મનાલીમાં હતી. મારા પિતાજી હોટલમાં ફોન કરવાની કોશિશ કરી રહ્યા હતા, કારણ કે એ સમયે અમારી પાસે મોબાઈલ ફોન નહોતો. હું ત્યા સુનીલ શેટી સાથે શૂટિંગ કરી રહી હતી. ત્યા શૂટિંગ જોઈ રહેલા લોકો વિચારી રહ્યા હતા કે, આ શિલ્પા છે કે બીજુ કોઈ…? કારણ કે, એ લોકોએ પણ મોતના સમાચાર સાભળ્યા હતા.’

શિલ્પા શિરોડકરની હત્યાના સમાચાર

શિલ્પાએ વધુ વાત કરતાં કહ્યું કે,’જ્યારે હું રુમમાં પરત ગઈ, તો લગભગ 20-25 મિસ્ડ કોલ આવ્યા હતા. મારા પિતાજી ચિંતામાં  હતા. કારણ કે, સમાચાર પત્રોમાં હેડલાઈન છપાઈ હતી કે, શિલ્પા શિરોડકરને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.’

આ ફિલ્મ માટે એક PR સ્ટંટ હતો

જોકે, પાછળથી ફિલ્મ મેકર્સે પ્રમોશનલ આ સ્ટંટ હતો. શિલ્પાએ કહ્યું, ‘જ્યારે તેઓએ મને જણાવ્યું ત્યારે મેં કહ્યું અહીં બધુ બરોબર છે’. હા, આ થોડું વધારે પડતું થઈ ગયું હતું. એ સમયે કોઈ PR સ્ટંટ કે એવું કંઈ નહોતું. કુછ પતા હી નહિ થા. હું છેલ્લી વ્યક્તિ હતી જેને ખબર હતી કે, આવું કંઈક થવાનું છે. એ સમયે કોઈ પરવાનગી લેવામાં આવતી ન હતી. ફિલ્મ સારી ચાલી તેથી હું બહુ ગુસ્સે નહોતી.’

શિલ્પા શિરોડકર ‘જટાધારા’ માં જોવા મળશે

ઉલ્લેખનીય છે કે, શિલ્પા શિરોડકર આગામી ફિલ્મ ‘જટાધારા’ માં જોવા મળશે, જે એક પેન ઈન્ડિયા થ્રિલર ફિલ્મ છે, જેની સાથે તે ઘણા વર્ષો પછી મોટા પડદા પર વાપસી કરી રહી છે. ‘જટાધારા’ રહસ્યમય અનંત પદ્મનાભ સ્વામી મંદિર અને તેની છુપાયેલી રહસ્યમય કથા પર આધારિત એક થ્રિલર ફિલ્મ છે.


Related Posts

Load more