વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પુનરાગમન કર્યું છે. રસેલ બે વર્ષથી વધુ સમય બાદ વેસ્ટ ઈન્ડિઝ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પરત ફર્યો છે. તેણે કમબેક મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ઈંગ્લેન્ડને હરાવ્યું . પહેલા બોલ અને પછી બેટથી તે ને સૌને ચૌકાવ્યા અને વેસ્ટ ઈન્ડિઝને તોફાની જીત તરફ દોરી ગયો. વેસ્ટ ઈન્ડિઝે 5 મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં 4 વિકેટે જીત મેળવી હતી.
ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતનારી વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ T20 મેચમાં ઈંગ્લેન્ડને 19.3 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર ફિલ સોલ્ટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 40 રનની ઇનિંગ રમી હતી જ્યારે કેપ્ટન જોસ બટલરે 39 રન બનાવ્યા હતા. લિયામ લિવિંગસ્ટોને 28 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન રમ્યો નહોતો.
આન્દ્રે રસેલે ઈંગ્લેન્ડને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ઈંગ્લેન્ડના ત્રણ બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા. રસેલે 4 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ લીધી હતી. જેમાં ફિલ સોલ્ટ, લિયામ લિવિંગસ્ટોન અને રેહાન અહેમદની વિકેટ સામેલ હતી. તે જ સમયે, જ્યારે તેનો બેટિંગ કરવાનો વારો હતો, ત્યારે તેણે અહીં પણ યોગદાન આપવું પડ્યું હતું. તેણે ટીમ માટે મેચ પૂરી કરી, જેના માટે તે જાણીતો છે.
england
Fall of wickets: 1-77 (Phil Salt, 6.1 ov), 2-98 (Will Jacks, 8.3 ov), 3-117 (Jos Buttler, 10.5 ov), 4-120 (Harry Brook, 11.1 ov), 5-129 (Ben Duckett, 13.1 ov), 6-165 (Sam Curran, 17.1 ov), 7-167 (Liam Livingstone, 18.1 ov), 8-169 (Rehan Ahmed, 18.5 ov), 9-170 (Adil Rashid, 19.2 ov), 10-171 (Tymal Mills, 19.3 ov) • DRS
westindis
Fall of wickets: 1-32 (Brandon King, 2.4 ov), 2-78 (Kyle Mayers, 7.1 ov), 3-100 (Nicholas Pooran, 10.2 ov), 4-101 (Shimron Hetmyer, 11.3 ov), 5-123 (Shai Hope, 14.3 ov), 6-123 (Romario Shepherd, 14.4 ov)