ENGના કેપ્ટનું દર્દ છલકાયું, કહ્યુ કે વિશ્વકપમાંથી બહાર થવાથી નિરાશ છું. અને એક કેપ્ટન માટે…..

By: nationgujarat
05 Nov, 2023

વનડે ની મબજૂત ટીમ અને ડિફેન્ડીંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ વિશ્વકપમાંથી બહાર થઇ ગઇ છે. એક સમયે વિશ્વકપ જીતવામાં ટોપ 3 ટીમોમાં નામ સામેલ હતું પરંતુ  આ વખતે વિશ્વકપની રેસમાંથી બહાર થઇ ગઇ છે ઇંગ્લેન્ડ.

ઈંગ્લેન્ડની ટીમ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ છે. બાંગ્લાદેશ બાદ ઈંગ્લેન્ડ બીજી ટીમ છે જે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ છે. ટીમના કેપ્ટન જોસ બટલર ઈંગ્લેન્ડના આ પ્રદર્શનથી નિરાશ છે. તેણે કહ્યું છે કે કેપ્ટન તરીકે એક ખિલાડી તરીકે સૌથી ખરાબ વાત છે  (સૌથી ખરાબ તબક્કો) છે. બટલરે એ પણ સ્વીકાર્યું છે કે બેટ સાથે તેનું પ્રદર્શન ટીમ માટે અનુકૂળ ન હતું. વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ઈંગ્લેન્ડની ટીમ પર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2023માંથી પણ બહાર થવાનો ખતરો છે.

વિશ્વકપની મેચમા અમે સારુ પ્રદર્શન કર્યુ નથી આવી ટુર્નામેન્ટમાં દરેક તબક્કે ચાહે બેટીંગ હોય કે બોલીગ કે ફિલ્ડીગમાં સારુ પ્રદર્શન નથી.” કેપ્ટન જોસ બટલરે અમદાવાદ ખાતે ઓસ્ટ્રેલિયાની સામેની મેચમાં 33 રને હાર બાદ પ્રેસમાં કહ્યું.30 રનથી હાર્યા એટલે કે ક્યાક કચાસ બેટીંગમાં રહી ગઇ છે જો બેટીંગ સારી રહી હોત તો 30 રન અમને જીત અપાવત. વિશ્વકપમાં ઘણી આશા  સાથે અમે આવ્યા હતા પરંતુ  તેમ થયુ નહી, હારનો ભાર ટીમને ખૂબ વજનદાર લાગશે. હારથી ટીમનું મનોબળ પણ ઓછુ થાય છે. ઓસ્ટ્રલીયા સામે બોલીગ સારી રહી તો બેટીગમાં ભાગીદારી થઇઇ નહી જે કિનારે પહોચી 30 રનથી દુર રહ્યા એક કેપ્ટેન તરીકે હું નિરાજ શું અને ટીમને આગળ નથી લઇ જઇ શક્યો તેનુ દુખ છે.

વિશ્વકપમાં ઇંગ્લેન્ડ 7 મેચ માથી ફકત એક જ મેચ જીત્યુ છે અને 6 મેચ હાર્યુ છે. ટીમ હાલ 10માં સ્થાને  છે. બાંગ્લાદેશ 9માં સ્થાને છે. તો અફઘાનિસ્તાન ની ટીમ કે જેણે ઘણી મેચ ઉલટફેર કરી સારુ ક્રિકેટ રમી છે તે 6 ક્રમે છે એટલે કે સેમિફાઇનલ માટે આશા  છે. સેમિફાઇનલમાં બે ટીમ પાકી થઇ છે એક ભારત અને બીજી આફ્રિકા. બાકી ની બે ટીમ માટે રસાકસી છે.


Related Posts

Load more