દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ પાછળ જોવા મળી રહ્યા છે જ્યારે ભાજપને બહુમતી મળતી દેખાઈ રહી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સત્તામાં પરત ફરશે કે પછી ભાજપ 27 વર્ષ બાદ રાજધાનીમાં સરકાર બનાવશે. છેલ્લી બે ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતી શકનાર કોંગ્રેસને પણ આ ચૂંટણીમાંથી ઘણી અપેક્ષાઓ છે. મતગણતરી માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
હાલ આમ આદમી પાર્ટીના ટોપ ઓપડરના નેતાઓની હાર લગભગ નક્કી છે. ભાજપ અંદાજે 27 વર્ષ પછી સત્તામાં આવશે અને સુત્રની માનીએ તો પ્રવેશ વર્મા બની શકે છે ભાજપના મુખ્યમંત્રી. ચૂંટણી પંચની વેબસાઇ પ્રમાણે ભાજપ બહુમત મેળવી લીધુ છે એટલે કે અમિત શાહ અને મોદીની જોડી ફરી દિલ્હીમાં કમળ ખીલ્યુ છે. ભાજપની આ જીતતથી 15 રાજયોમાં સરકાર બનશે. શરૂઆતના પરિણામમાં જ ખ્યાલ આવી ગયો હતો કે આ વખતે દિલ્લીહમાં કમળ ખીલશે તે નક્કી છે બેલેટ પેપરમાં ભાજપને સ્પષ્ટ બહુમતી હતી. હાલ મળતા સમાચાર પ્રમાણે મનીષ સિસોદીયા આગળ છે, કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશિ તેમજ અવધ ઓઝા પાછળ છે, રમેશ બિધુડી 4 હજાર થી વધુ મતોથી આગળ છે.