ALTT और Ullu પર પ્રતિબંધ બાદ ટ્રોલર્સ પર ભડકી એકતા કપૂર, કહ્યું- મારે આ પ્લેટફોર્મ સાથે………….

By: nationgujarat
26 Jul, 2025

સરકારે ALTT સહિત 25 OTT પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી પીરસવા બદલ પ્રતિબંધ મૂકી દીધો છે, જે બાબતે નિર્માતા એકતા કપૂરે સ્પષ્ટતા કરી છે કે તેને અને તેની માતાને ALTT સાથે કોઈ સંબંધ નથી, તેઓ ઘણા લાંબા સમય અગાઉ જ ALTT સાથે છેડો ફાડી ચૂક્યા છે.

25 OTT પ્લેટફોર્મની વેબસાઇટ અને એપ્સને બ્લોક કરવામાં આવી

તાજેતરમાં સરકારે અશ્લીલ અને અભદ્ર સામગ્રી પીરસતા 25 OTT પ્લેટફોર્મની વેબસાઇટ અને એપ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે, જેમાં ALTT, ULLU, Desiflix, HotX VIP, Big Shots, Bull App, MoodX, NeonX VIP અને Triflicks જેવા લોકપ્રિય પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. આ સમાચાર આવતાં જાણીતા ટેલિવીઝન નિર્માતા એકતા કપૂર ફરી ચર્ચામાં આવ્યાં છે. લોકો એવું માની રહ્યાં છે કે એકતા અને તેના માતા શોભા કપૂર ALTT ની માલિકી ધરાવે છે, તેથી એકતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને સ્પષ્ટતા કરવી પડી છે કે, તેને અને તેની માતા શોભા કપૂરનો ALTT સાથે કોઈ લેવાદેવા નથી.


Related Posts

Load more