વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા 1 વર્ષમાં ત્રીજી વખત યૂએઈ પહોંચી ચૂક્યા છે. બે દિવસની આ યાત્રા દરમિયાન તે ઘણા ટ્રેડ એગ્રીમેન્ટ કરશે. જેમાંથી ઘણા એગ્રીમેન્ટ પ્રવાસના પ્રથમ દિવસે કરી પણ ચૂક્યા છે. વડાપ્રધાન મોદી છેલ્લા 10 વર્ષમાં 7 વખત યૂએઈનો પ્રવાસ કરી ચૂક્યા છે. યૂએઈની સાથે ભારતના મજબૂત સંબંધ બની ચૂક્યા છે. ખાસ કરીને આર્થિક રીતે UAE ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ ખુબ જ મહત્વપૂર્ણ છે. ભારત અને યૂએઈએ દ્વિપક્ષીય રોકાણ સંધિ અને રિજનલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે એક ફ્રેમવર્ક ડીલ સહિત 8 કરાર પર હસ્તાક્ષર કર્યા.
ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરેલા એક રીડઆઉટ મુજબ બંને નેતાઓએ 8 કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાંથી પહેલા બાઈલેટરલ ઈન્વેસ્ટમેન્ટ ટ્રીટી છે. ભારત તરફથી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કરાર બંને દેશોમાં રોકાણને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારતનું ચોથું સૌથી મોટુ વિદેશી રોકાણ સંયુક્ત અરબ અમીરાત છે અને બંને દેશોની વચ્ચે રોકાણ સંધિ સંબંધિત ચર્ચા 2016થી ચાલી રહી છે. મે 2022માં યૂએઈની સાથે ભારતનો વ્યાપક આર્થિક કરાર અમલમાં આવ્યો હતો.
બંને પક્ષોએ ઈન્ડિયા-મિડલ ઈસ્ટ યૂરોપ ઈકોનોમિક કોરિડોર પર ભારત અને યુએઈની વચ્ચે ઈન્ટરગવર્નમેન્ટલ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ પર પણ હસ્તાક્ષર કર્યા, જે રિજનલ કનેક્ટિવિટીને આગળ વધારવામાં સહયોગને પ્રોત્સાહન આપશે. તે સિવાય તેમને ઈલેક્ટ્રિકલ ઈન્ટરકનેક્શન અને ટ્રેડના એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા, જેનો ઉદ્દેશ્ય એનર્જી સિક્યોરિટીને મજબૂત કરવાનો હતો. રીડઆઉટમાં કહેવામાં આવ્યું છે કે પોતાની વાતચીત દરમિયાન બંને નેતાઓએ પોતાની એનર્જી પાર્ટનરશિપને મજબૂત કરવાના મહત્વ પર જોર આપ્યુ. તે સિવાય ડિજિટલ પબ્લિક ઈન્ફ્રા, ફાયનાન્શિયલ પેમેન્ટ સહિત 5 કરાર કરવામાં આવ્યા.
રોકાણ મંત્રી મોહમ્મદ હસન અલસુવૈદીએ ભારતીય વડાપ્રધાનની યાત્રા પર કહ્યું કે એપ્રિલ 2022થી માર્ચ 2023ના સમય દરમિયાન યૂએઈ અને ભારતની વચ્ચે બાઈલેટરલ ટ્રેડનો વોલ્યુમ 84.5 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે. વર્ષ 2027 સુધી તે 100 બિલિયન ડોલર સુધી વધવાની આશા છે. ખાસ વાત તો એ છે કે યૂએઈ ભારતમાં 7મું સૌથી મોટુ રોકાણકાર છે.
સપ્ટેમ્બર 2023ના અંત સુધી 17 અરબ ડોલરના રોકાણનું અનુમાન છે. તેમને કહ્યું કે યૂએઈ અને ભારતની વચ્ચે પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટર્સમાં સતત સહયોગ જોવા મળી રહ્યો છે. યૂએઈના વિદેશ વેપાર રાજ્ય મંત્રી ડો. થાની બિન અહમદ અલ જાયોદી મુજબ 2022ના આંકડા મુજબ બંને દેશોની વચ્ચે નોન ઓયલ ટ્રેડ 51.4 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે. જે 2021ની તુલનામાં 15 ટકા અને 2019ની તુલનામાં 24 ટકાથી વધારે છે.
ખાસ વાત તો એ છે કે યૂએઈની કુલ ઈન્ટરનેશનલ નોન ઓઈલ ટ્રેડમાં 8.3 ટકાની ભાગીદારી છે. તેમને કહ્યું કે દેશના કુલ નિકાસમાં 11 ટકા ભાગીદારીની સાથે ભારત યૂએઈના નોન ઓઈલ નિકાસ માટે પણ દુનિયાનું લીડિંગ ડેસ્ટીનેશન છે. અલ જાયૌદીએ કહ્યું કે 2023ના પ્રથમ 9 મહિનાઓમાં બંને દેશોની વચ્ચે નોન ઓઈલ ટ્રેડ 38.1 બિલિયન ડોલર સુધી પહોંચી ગયુ છે.