ECની પ્રેસ કોન્ફરન્સ: 1. ડિસે અને 5 ડિસે. ગુજરાતની ચૂંટણી, 8 ડિસે. પરિણામ

election

પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. પ્રથમ તબક્કામાં ફોર્મની ચકાસણી 15 નવેમ્બરે થશે. 17 નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે.

કેન્દ્રિય ચૂંટણી પંચે મોરબી પુલ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્યુઆરી 2023ના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. ગુજરાતમાં 4.9 કરોડ મતદાતાઓ છે. 4.6 લાખ મતદાતાઓ પ્રથમવાર મતદાન કરશે. રાજ્યમાં 51,782 મતદાન કેન્દ્ર બનાવવામાં આવશે. તમામ પોલિંગ બુથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. 9.87 લાખ મતદાતાઓ 80 વર્ષની ઉપરના છે. 1274 મતદાન કેન્દ્રો પર ફક્ત મહિલા કર્મચારીઓ તૈનાત રહેશે.

બીજા તબક્કામાં – અમતાવાદ, ખેડા, બનાસકાંઠા મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, છોટાઉદેપુર, પાટણ, ગાંઘીનગરમાં થશે મતદાન

પહેલા તબક્કામાં  89 બેઠકો પર થશે મતદાન તો બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન

પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ, કચ્છ, દક્ષિણ ગુજરાત,

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.

દારૂની હેરાફેરી પર બાજ નજર રખાશે – કેન્દ્રિય ચૂંટણી પંચ

કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું કે, તો સાથે સરહદ પર કડક વ્યવસ્થા કરવામાં આવશે, દારૂની હેરાફેરી પર ખાસ નજર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe