IND VS ENG – ત્રીજી ટેસ્ટમા ભારત સામે હારનો ખતરો, સિરિઝ હારી શકે છે ટીમ ઇન્ડિયા

By: nationgujarat
26 Jul, 2025

એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં 3 મેચ પછી ટીમ ઈન્ડિયા 2-1 થી પાછળ છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ચોથી મેચ ચાલી રહી છે અને ત્રીજા દિવસની રમત પછી, એવું કહી શકાય કે ભારતીય ટીમ માત્ર ફકત મેચ નહી, પરંતુ શુભમન ગિલ અને કંપની શ્રેણી પણ ગુમાવવાના આરે છે. ગઇકાલની ભારતની નબળી બોલીગ અને ઇંગ્લેન્ડની મજબૂત લીડ સાથેનુ ચિત્ર સ્પષ્ટ કહી દે છે કે ભારત ચોથી ટેસ્ટ મેચ ડ્રો પણ કરાવી શકે તો મોટી લડત કહેવાશે ઇંગ્લેન્ડનો સ્કોર જોઇ ભારત સામે હારના વાદળો ઘેરાઇ ગયા છે.

શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે ચોથી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 358 રન બનાવ્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડે ત્રીજા દિવસના અંત સુધીમાં 7 વિકેટ ગુમાવીને 544 રન બનાવી લીધા છે. ઇંગ્લેન્ડ પાસે હાલમાં 186 રનની લીડ છે. જો ઇંગ્લેન્ડ ચોથા દિવસે પહેલું સત્ર રમે છે, તો લીડ સરળતાથી 250 સુધી પહોંચી શકે છે. આ રીતે, ટીમ ઇન્ડિયા ઇનિંગથી હારનો ભય અનુભવી રહી છે, કારણ કે ભારત માટે સૌથી મોટો પડકાર 250 રનના અંતરને પૂરવાનો રહેશે, જે ઇંગ્લેન્ડમાં ત્રીજા કે ચોથા ઇનિંગમાં મુશ્કેલ કાર્ય છે.

આ ઉપરાંત, ભારત માટે સમસ્યા એ છે કે ઋષભ પંત જેવો બેટ્સમેન આ મેચમાં વધુ બેટિંગ કરી શકશે નહીં. ભારતને બીજી ઇનીગમાં એક બેટરની કમી રહેવાની છે. ભારત પાસે હજુ પણ ચાર યોગ્ય બેટ્સમેન છે, પરંતુ અંતે ટીમ  પાસે ત્રણ ઓલરાઉન્ડર હશે. આ રીતે, તે ભારત માટે ઘણી મુશ્કેલી ઊભી કરશે. ટીમ ઈન્ડિયાએ છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર વિદેશી ટેસ્ટમાં 500 થી વધુ રન આપ્યા છે. બોલીગમા તદન નબળુ પ્રદર્શન ટીમ ઇન્ડિયા માટે ચિતા જનક છે જસપ્રિત બુમરાહ  પણ સારુ પ્રદર્શન કરવામા નિષ્ફળ રહ્યો છે.

ત્રીજા દિવસની રમત પુરી થતા ઇંગ્લેન્ડનો સ્કોર 544 રનમા 7 વિકેટ છે. ઇંગ્લેન્ડે 186 રનની લીડ આપી છે. આજે ભારતની બેટીગ આવી શકે છે અને ભારત 250 રનની આસપાસ લીડ મળે તે પછી જેટલા રન ભારત કરશે તે ઇંગ્લેન્ડને કરવાના આવે પણ હાલ તો ઇંગ્લેન્ડ એક ઇનીગથી જીતશે તેમ લાગી રહ્યુ છે.

Fall of wickets: 1-166 (Zak Crawley, 31.6 ov), 2-197 (Ben Duckett, 38.1 ov), 3-341 (Ollie Pope, 76.1 ov), 4-349 (Harry Brook, 80.1 ov), 4-491* (Ben Stokes, retired not out), 5-499 (Joe Root, 119.2 ov), 6-515 (Jamie Smith, 124.1 ov), 7-528 (Chris Woakes, 129.1 ov)


Related Posts

Load more