Team India, World Cup 2023: ટીમ ઈન્ડિયાએ 2023 વનડે વર્લ્ડકપમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ભારતે તેની તમામ મેચ એકતરફી જીતી છે. વિરોધી ટીમો ભારત સમક્ષ સંપૂર્ણ રીતે શરણાગતિ સ્વીકારતી જોવા મળી હતી. ભારત લીગ તબક્કામાં ટોચ પર છે (નંબર-1) અને હવે ભારતીય ટીમ પૉઈન્ટ ટેબલમાં ટોચ પર રહેશે. જોકે ભૂતકાળ પર નજર કરીએ તો ભારત માટે આ સારા સમાચાર નથી. ભારત માટે ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહેવું હંમેશા અશુભ રહ્યું છે.
2023ના વર્લ્ડકપમાં અત્યાર સુધી કોઈ ટીમ ભારત સામે ટકી શકી નથી. જીતની વાત તો ભૂલી જાવ, કોઈ ટીમે ભારતને ટક્કર પણ આપી નથી. ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ ભારતને શરણાગતિ સ્વીકારી છે. હવે ટીમ ઈન્ડિયાની છેલ્લી લીગ મેચ નેધરલેન્ડ સામે છે. ભારતના હાલમાં 8 મેચોમાં 16 પૉઈન્ટ છે અને તેનો નેટ રન રેટ પણ તમામ ટીમો કરતા સારો છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ નૉકઆઉટ સ્ટેજ પહેલા ટેબલમાં ટોચ પર રહેશે.
2015માં ટૉપ પર રહી હતી ટીમ ઇન્ડિયા, પરંતુ ચેમ્પિયન બનવાનું સપનુ રહ્યું હતુ અધુરુ
2015માં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે આવેલી ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજમાં ટોપ પર હતી. ભારતે બી ગ્રુપમાં લીગ સ્ટેજમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ભારતે લીગ તબક્કામાં તેની તમામ 6 મેચ જીતી હતી. આ પછી ટીમ ઈન્ડિયાને સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 95 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ પણ તેના ગ્રુપમાં ટોચ પર હતું, પરંતુ તે પણ ટાઇટલ જીતવાથી વંચિત રહી ગયું હતું.
2019માં પણ લીગ સ્ટેજંમાં મેળવ્યુ હતુ પ્રથમ સ્થાન, સેમિ ફાઇનલમાં થયો ખરાબ હાલ
2015 પછી ભારત 2019 વર્લ્ડકપમાં પણ લીગ તબક્કામાં ટોચ પર રહ્યું. 2019નો વર્લ્ડકપ માત્ર રાઉન્ડ રૉબિન ફોર્મેટમાં રમાયો હતો અને ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં માત્ર એક જ મેચ હારી હતી. ભારત 9 મેચમાં 8 જીત સાથે પૉઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જોકે આ પછી ટીમ ઈન્ડિયાને સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
2023માં પણ ટૉ પર રહી છે ટીમ ઇન્ડિયા, શું આ વખતે પણ સપનું તુટી જશે ?
2023ના વર્લ્ડકપમાં પણ ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજમાં પ્રથમ સ્થાન પર રહેશે. આવી સ્થિતિમાં ભૂતકાળના આંકડાઓને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતનું વર્લ્ડકપ જીતવાનું સપનું આ વખતે પણ પૂરું નહીં થાય. જોકે, આંકડાઓ પણ બદલાઈ શકે છે. જરૂરી નથી કે ભૂતકાળમાં જે બન્યું છે તે ભવિષ્યમાં પણ થશે. તેમ છતાં એવું કહેવું ખોટું નહીં હોય કે લીગ તબક્કામાં ટોચ પર રહેવું ભારત માટે અશુભ રહ્યું છે.