જન્મથી નાગરિકત્વ મળે તે કાનૂન દૂર કરવા ડોનાલ્ડ ટ્રમ્પનો મક્કમ નિર્ધાર

By: nationgujarat
11 Dec, 2024

વોશિંગ્ટન : અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના વતનીઓને વચન આપ્યું હતું કે તેઓ પદ ગ્રહણ કર્યા પછી તુર્ત જ નાગરિકત્વ મળે તે કાનૂન દૂર કરવા માગે છે. પરંતુ તેમ કરવામાં તેઓને સીધાં ચઢાણ કરવા પડે તેમ છે. કારણ કે અમેરિકાના સંવિધાનમાં કરાયેલા ૧૪મા ૧૪મો સુધારો જે ૧૯૨૪માં કરવામાં આવ્યો હતો તેમાં અમેરિકામાં જન્મેલું બાળક સહજ રીતે જ અમેરિકાનું નાગરિક બની જાય છે. તેમાં ગેરકાયદે પણ ઘૂસેલાઓનું બાળક પણ જો અમેરિકામાં જન્મ્યું હોય તો તે અમેરિકાનું નાગરિક બની રહે છે.

આનો ગેરલાભ લઇ ઘણા પ્રવાસીઓ સગર્ભા મહિલાઓ સાથે આવે છે અને યુ.એસ.માં જ બાળકને જન્મ આપે છે જેથી તે બાળક સહજ રીતે જ અમેરિકાનું નાગરિક બની રહે છે. આથી અમેરિકા જઇ વસેલા મૂળ અમેરિકા કરતાં અન્ય દેશવાસીઓની વસતી વધી જવા સંભવ છે. ૧૯૨૪થી અમેરિકાએ અમેરિકામાં જન્મેલાં બાળકોને સત્તાવાર રીતે અમેરિકન ગણવા નિર્ણય લેવાયો હતો.આ પ્રમાણે અમેરિકાની મુલાકાતે આવેલાં ચીની દંપતી પૈકી ચીની મહિલાઓ એક બાળકને જન્મ આપ્યો. તેનું નામ હતું વોન્ગ કીમ આર્ક તે સહજ રીતે જ અમેરિકન નાગરીક બની ગયો. તેનાં નાગરિકત્વને કોર્ટે મંજૂર પણ કર્યું.

અમેરિકાનાં સંવિધાનમાં ૨૪મો સુધારો તો અમેરિકામાં જન્મેલા તમામ ગોરા કાળા કે બ્રાઉન કે યલો તે સર્વેને નાગરિકત્વ તો આપે જ છે. હવે તે અટકાવવા ટ્રમ્પ શું કરશે કે કરી શકે તે પ્રશ્ન છે. તેઓે રવિવારે એક મુલાકાતમાં કહ્યું હતું કે તેઓ એવો કાનૂન લાવવા માગે છે કે તે નવ જાત શિશુનાં માતા-પિતા પૈકી એક તો અમેરિકાનું નાગરિક હોવું જ જોઇએ. આ સાથે તેઓએ કહ્યું હતું કે અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલાઓને પાસપોર્ટ નહીં મળે. સોશ્યલ સિક્યુરિટી નંબર પણ નહીં મળે તેમ જ ટેક્ષપેયર્સને મળતી કેટલીક મૂળભૂત મુક્તિઓ પણ નહીં મળે.

ટ્રમ્પના આ વિચારને સમર્થન આપતાં લીગલ સેન્ટર ફોર ઇમીગ્રેશન સ્ટડીઝના એન્ડ્રુયુ આર્થરે જણાવ્યું હતું કે વસાહત વિષે ૧૯૨૪માં સંવિધાનમાં કરાયેલા ફેરફાર ઉપર (વસાહતીઓને છૂટ આપવા સંવૈધાનિક કાનૂનના ફેરફાર ઉપર) કરાયેલો ૧૪મો સુધારો સ્પષ્ટ કરે છે કે ગેરકાયદે અમેરિકામાં ઘૂસી ગયેલાઓનાં અમેરિકામાં જન્મેલાં બાળકને પણ અમેરિકન નાગરિકત્વ ન મળી શકે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ તે જ કહે છે.

જ્યારે કાટો ઇન્સ્ટીટયુટના નાઉરેશ કહે છે કે જો આમ કરવામાં આવશે તો તેથી ઘણી કાનૂની લડાઈઓ થઇ જશે. તેમાં સંવિધાનમાં પણ ફરી સુધારા કરવા પડે તેથી જ હું ટ્રમ્પનાં તે વિધાનોને ગંભીરતાથી લેતો નથી.

સાથે એક વાત નિશ્ચિત છે કે ટ્રમ્પ ગમે તે રીતે તેમાંથી કાનૂની અને સંવૈધાનિક માર્ગ શોધી ગેરકાયદે વસાહતીઓ અને તેમનાં બાળકોને તેમના બાળકને અમેરિકામાં જન્મ આપી તેને અમેરિકન નાગરિક બનાવવાનો ચાલતાં ષડયંત્રોનો અંત લાવશે જ. નહીં તો અમેરિકામાં ગોરાઓ કરતાં બ્રાઉન, યલો અને બ્લેકની વસ્તી જ વધી જશે તેમ નિરીક્ષકોનું માનવું છે.


Related Posts

Load more