એ વાતો તો સારી કરે છે પણ રાતના મિસાઇલો છોડે છે – કોના પર ભડકયા ટ્રમ્પ ? જાણો

By: nationgujarat
14 Jul, 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે કોઇને કોઇ મુદ્દે સમાચારમા રહે છે ટ્રમ્પ . ટ્રમ્પે ફરી એકવાર પુતિન પર પ્રહાર કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાંથી પાછા ફર્યા બાદ મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે હું રાષ્ટ્રપતિ પુતિનથી ખૂબ જ નિરાશ છું. તેઓ ખૂબ સારી વાત કરે છે. તેઓ બોલવામાં નિષ્ણાત છે પણ તેઓ રાતના અંધારામાં લોકો પર બોમ્બ ફેંકે છે. અમને આ ગમતું નથી.

ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિન સાથેની તેમની તાજેતરની વાતચીતના સંદર્ભમાં આ નિવેદન આપ્યું છે. હકીકતમાં, તેમના કાર્યકાળની શરૂઆતથી, ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માંગતા હતા. પરંતુ રશિયાએ છેલ્લા કેટલાક દિવસોમાં યુક્રેન પર ડ્રોન અને મિસાઇલ હુમલાઓની ગતિ વધારી દીધી છે, જેનાથી ટ્રમ્પ નારાજ છે.

20 જાન્યુઆરીએ યુએસ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે તેમની પ્રાથમિકતા રશિયા-યુક્રેન યુદ્ધને રોકવાની છે. પરંતુ માર્ચથી, રશિયાએ યુક્રેન પર હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. ટ્રમ્પે આ હુમલાઓને પુતિનની બેવડી નીતિ સાથે જોડ્યા, જ્યાં તેઓ દિવસે શાંતિની વાત કરે છે, પરંતુ રાત્રે હુમલા કરે છે.

તમને જણાવી દઈએ કે ટ્રમ્પ પર અમેરિકા અને યુરોપિયન સાથી દેશો તરફથી રશિયા પર નવા પ્રતિબંધો લાદવાનું દબાણ હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પણ ટ્રમ્પને રશિયા પર દબાણ વધારવા કહ્યું હતું.


Related Posts

Load more