અમેરિકાના રાષ્ટ્રપતિ આ બિમારીથી પિડાઇ રહ્યા છે.ડોકટરોએ કહ્યુ કે નથી….

By: nationgujarat
18 Jul, 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના નિર્ણય અને નિવેદનને કારણે વિશ્વભરના અખબારોમા છવાયેલા રહેતા હોય છે. સોશિયલ મીડિયામાં તેમનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેની આજે લોકો ઘણી ચર્ચા કરે છે. ફોટમા તેમના હાથમા નિશાન અને સોજા સ્પષ્ટ દેખાય છે જે આજે ચર્ચાનુ કારણ છે અને આ મુદ્દે વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કૈરોલિન લેવિટએ મીડિયાને જણાવ્યું કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્રોનીક વિનસ ઇનસફિસિયન્સી(Chronic Venous Insufficiency) નામની બિમારીથી પિડાઇ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ઘુટણા થોડો સોજો દેખાતા બોડી ચેકઅપ કરાવ્યુ હતું જે પછી તેઓ આ બિમારીથી પિડાયઇ રહ્યા છે તેનુ નિદાન થયુ. ટ્રમ્પના હાથમા દેખાતા સોજા વિશે તેમણે જણાવ્યું કે, સતત લોકો સાથે હાથ મિલાવવા અને એસ્પ્રિન ના ઉપયોગને કારણે તેમના હાથમા સોજા દેખાય છે. ટ્રમ્પના મેડિકલ સ્થિતિ અંગે કહીએ તો કોઇ મોટી ગંભીર બિમારીનો સંકેત નથી. ટ્રમ્પને આ સિવાય કોઇ બીજી બિમારી નથી.

વ્હાઇટ હાઉસના ડોકટર સીન બાર્બેલાએ જણાવ્યું કે, ટ્રમ્પના પગમા થોડો સોજો દેખાય છે જે પછી આખુ બોડી ચેકઅપ કરવામાં આવ્યું. તપાસમા જણા થઇ છે કે ટ્રમ્પને ક્રોનિક વેનિસ ઇનસફિસયન્સી(Chronic Venous Insufficiency) છે તે કોઇ ગંભીર બિમારી નથી. 70 થી વધુ ઉમંરની વ્યક્તિ માટે આ બિમારી નોર્મલ છે. ઉમંરના કારણ શરિરની નસોમા સમસ્યા જોવા મળતી હોય છે. નસોના કારણે હાર્ટમા લોહી પહોંચવામા સમસ્યા જોવા મળતી હોય છે.

ક્રોનિક વેનિસ ઇનસફિસિયન્સી એ એવી બિમારી છે કે જેમાં પગમા નસોના વાલ સારી રીતે કામ નથી કરતા જેના કારણે લોહિના પરિબ્રહ્મણમા સમસ્યા થાય છે જેના કારણે પગમા સોજા,પગ ભારે લાગવા,દુખાવો થઇ શકે છે.

 


Related Posts

Load more