BAPS સ્વામિનારાયણ સંસ્થામા એક વૈશ્વીક હિન્દુ ધાર્મિક અને સામાજીક સંસ્થા છે જેની સ્થાપના 1907માં શાસ્ત્રીજી મહારાજ દ્વારા ગુજરાતના બોચાસણ ગામ ખાતે કરવામાં આવી હતી. આ સંસ્થા સ્વામિનારાયણના ઉપદેશો અને અક્ષર પુરષોતમ ઉપાસના પર આધારિત છે. આ સંસ્થા દ્વારા વર્ષોથી આધ્યાત્મિક, સેવા બાળ વિકાસ અને સમાજના કલ્યાણ માટે કાર્ય કરે છે. બીએપીએસ મંદિર વિશ્વભરમાં 50 થી વધુ દેશોમાં છે વિશ્વભરમાં 1200 થી વધુ મંદિરો અને 4 હજાર થી વધુ સંસ્તગ કેન્દ્ર છે. દિલ્હી અને ગાંઘીનગરનું અક્ષરઘામ મંદિર ખૂબ જાણીતું છે. બીએપીએસ સંસ્થા ભારતીય સંસ્કૃતિ અને સનાતન ઘર્મના પ્રચાર માટે ઘણા ઉમદા કાર્ય કરી રહી છે. બીએપીએસ સંસ્થા ધર્મ,સંસ્કૃતિ અને સેવાના સંયોજનથી વિશ્વભરમાં લાખો લોકોના જીવને સ્પશર્યુ છે. વિશ્વભરના મહાનુભાવો BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી છે જેની વિગત નીચે પ્રમાણે છે.
વિશ્વભરના મહાનુભાવો BAPS સ્વામિનારાયણ મંદિરના દર્શન મુલાકાતે પધાર્યા. (2025)
🇺🇸 અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ J.D. વેન્સ – નવી દિલ્હી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ પધાર્યા
21 April 2025
🇨🇦 કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની – બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ટોરોન્ટો પધાર્યા
5 April 2025
🇺🇸 ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સ – બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ, અમેરિકા રોબિન્સવિલ પધાર્યા
30 December 2024
🇦🇺 ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ, – બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સિડની પધાર્યા
15 March 2025
🇿🇦 સાઉથ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ પોલ મશાતિલે – બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, જોહાનેસબર્ગ પધાર્યા
30 January 2025
🇳🇿 ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન, – બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હી પધાર્યા
18 March 2025
🇦🇪 42 Defence Attachés વિવિધ દેશોના પ્રતિનિધિ – બીએપીએસ હિન્દુ મંદિર, અબુધાબી પધાર્યા
13 January 2025
🇬🇧 લોકસભા અધ્યક્ષ (ભારત) ઓમ બિરલા, – બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, લંડન પધાર્યા
11 January 2025
BAPS સ્વામિનારાયણ મંદિર –શ્રદ્ધા, સંસ્કૃતિ, સંવાદિતા, આધ્યાત્મિકતા અને એકતાનું પ્રેરણાસ્ત્રોત!જેના દ્વારા સનાતન સંસ્કૃતિના મૂલ્યો વિશ્વભરમાં પ્રવર્તે છે અને સૌને વૈદિક સંસ્કૃતિનો પરિચય કરાવે છે.