મોટો ઉલટફેર…મુસ્લિમ બહુમતીવાળી ઓખલા સીટ પર ભાજપના ઉમેદવાર આગળ, અમાનતુલ્લાહ પાછળ

By: nationgujarat
08 Feb, 2025

દિલ્હીમાં આજે વિધાનસભા ચૂંટણી પરિણામનો દિવસ છે. મતગણતરી ચાલુ છે અને 70 બેઠકો માટેના જે હાલ ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે તે મુજબ ભાજપ 39 બેઠક પર આગળ છે જ્યારે આમ આદમી પાર્ટી 30 બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ એક સીટ પર આગળ છે. મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે કે મુસ્લિમ બહુમતીવાળી સીટ ઓખલામાં ભાજપના ઉમેદવાર મનીષ ચૌધરી આગળ છે જ્યારે આમ આદમી પાર્ટીના વર્તમાન વિધાયક અમાનતુલ્લાહ ખાન પાછળ છે. આ સીટ પર  અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ દિલ્હી રમખાણોના આરોપી શિફા ઉર રહેમાનને મેદાનમાં ઉતારેલો છે. આથી આમ આદમી પાર્ટી માટે રસ્તો સરળ લાગી રહ્યો નથી. આપના ઉમેદવાર અમાનતુલ્લાહ ખાન સતત ત્રીજીવાર આ સીટથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે સૌથી પહેલા વર્ષ 2015માં ચૂંટણીમાં ઓખલા સીટ જીતી હતી. 2020ની ચૂંટણીમાં અમાનતુલ્લાહે 1 લાખ 30 હજાર 367 મતથી જીત મેળવી હતી. જે તેના ભાજપ ઉમેદવાર બ્રહ્મ સિંહના 58 હજાર 540 મતના બમણા કરતા વધુ છે. મજબૂત ઉમેદવાર હોવા છતાં આ વખતે કોંગ્રેસ અને AIMIM ના ઉમેદવારના કારણે કાંટાની ટક્કર ગણાતી હતી. આ સીટ પર 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. 54.9 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મુસ્લિમ મતદારોના દબદબાવાળી આ બેઠક 2015થી આપનો ગઢ રહી છે. પરંતુ પહેલા આ સીટ પર કોંગ્રેસનો કબજો હતો.


Related Posts

Load more