આવતીકાલે દિલ્હી વિધાનસભાનું પરિણામ જાહેર થવાનું છે. તે પહેલા આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો સાથે અગત્યની બેઠક યોજવામાં આવી છે. આ બેઠક અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં યોજાશે. આ બેઠક 11.30 કલાકે યોજાશે. ગઇકાલે આમ પાર્ટીએ ભાજપ પર ઓપરેશન લોટર કરવાનો આરોપ લગાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ મતગણતરી પહેલા ભાજપ પર લગાવ્યા હતા આરોપ. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યા હતા કે ભાજપે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને 15-15 કરોડ રૂપિયા આપવીની લાલાચ આપી હતી.
એક્ઝિટ પોલ પર આમ આદમી પાર્ટીનો વિરોધ
એકઝિટ પોલ ના પરિણામ આમ આદમી પાર્ટીની ફેવરમા નથી ભાજપની 55 બેઠકો આવવાની શક્યતા સામે સવાલો કર્યા છે. કેજરીવાલે સવાલ કર્યા છે કે 2 કલાકની અંદર તેમના 16 ઉમેદવારોને ફોન આવ્યા છે. ભાજપ જો 55 બેઠક જીતે છે તો અમારા ધારાસભ્યને શા માટે રૂપિયાની લાલાચ આપવામાં આવે છે.
આ બેઠક પરિણામ પહેલા યોજાઇ રહી છે એટલે તેમા કયા મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે તેના પર સૌ કોઇની નજર રહેશે.