નડિયાદના મંજીપુરામાં દેશી દારૂ પીતા 3નાં મોતથી ખળભળાટ, પોલીસ તંત્રમાં દોડધામ

By: nationgujarat
10 Feb, 2025

નડિયાદના મંજીપુરા વિસ્તારમાં, દેશી દારૂ પીધા પછી ત્રણ લોકોના શંકાસ્પદ મોત થયા છે. સ્થાનિક સૂત્રો મળતી માહિતી મુજબ નડિયાદની જય મહારાજ સોસાયટી પાસે દારૂ પીધાના કારણે ત્રણ જણાના મોત થવાનો મામલો સામે આવ્યો છે. નડિયાદના પોલીસ સૂત્રો ધ્વારા મળેલ માહિતી મુજબ, મૃત્યુ પામેલાઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે.

3 લોકોના મોતની તપાસ માટે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ, સ્થાનિક LCB, SOG, DYSP, અને IBની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. નડિયાદ જવાહરનાગર સોસાયટીમાં જય મહારાજ સોસાયટી પાસે, મંજીપુરા રોડ ફાટક પાસે પોલીસની ગાડીઓ પહોંચી ગઈ હતી. એક બહેરો મૂંગો વ્યક્તિ પણ આમાં ભોગ બનવાની આશંકા છે અને એક પાણી પૂરી વેચનારનું પણ મોત થયું છે.


Related Posts

Load more