Dana Cyclone Updates | પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર બનેલ એક ચક્રવાતી તોફાન દાનાનું ઉત્તર પશ્ચિમની તરફ વધવું અને 24 ઓક્ટોબર એટલે કે આવતીકાલ સવાર સુધી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીની ઉપર એક ગંભીર ચક્રવાત તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ સરકારે સુંદરબન અને સાગર ટાપુ સહિતના વિસ્તારોમાંથી 1.14 લાખ લોકોને સલામત સ્થળે ખસેડયા છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓડિશા સ્થિત ભિતરકાનિકા નેશનલ પાર્ક અને ધર્મા પોર્ટની વચ્ચે ગુરૂવારની રાતથી લઇને શુક્રવારની સવાર દરમિયાન વાવાઝોડું ત્રાટકશે.
પશ્રિમ બંગાળ સરકારે કુલ 282863 લોકોને ખસેડવાનું નક્કી કર્યુ છે. જે પૈકી 114613 લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે.
વાવાઝોડા દાનાને ધ્યાનમાં રાખીને પૂર્વ રેલવેએ સિલદાહ ડિવિઝનમાં ગુરૂવાર રાતે 8 વાગ્યાથી શુક્રવાર સવારે 10 વાગ્યા સુધી 190 લોકલ ટ્રેનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ વાવાઝોડા દાનાને ધ્યાનમાં રાખીને કોલકાતા એરપોર્ટ સત્તાવાળાએઓએ ગુરૂવાર સાંજે 6 વાગ્યાથી 15 કલાક સુધી તમામ ફલાઇટ રદ કરવાનો નિર્ણય લીધો છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર યાત્રીઓ, એરલાઇન્સના કર્મચારીઓ, વિવિધ ઉપકરણો, નેવિગેશન સહાય અને ઇન્ફ્રાસ્ટ્રકચરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.