બીલીમોરા EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો

By: nationgujarat
16 Feb, 2025

Gujarat Municipal Election: આજે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. એવામાં મોટા ભાગે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. પરંતુ કેટલીક જગ્યાએ ઈવીએમને લઈને ફરિયાદો સામે આવી છે. બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ઇવીએમ મશીનમાં ગરબડીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

બીલીમોરા પાલિકાના વોર્ડ નંબર 2 ના બુથ નંબર પાંચમાં ઇવીએમમાં ગડબડી જણાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઇવીએમમાં મતદાન ન થતા હોવાની ફરિયાદ સામે આવી છે. અહીં કોંગ્રેસ તરફથી ઉમેદવાર તરીકે રામબાબુ શુક્લા છે. તેમના કહેવા અનુસાર અહીં કોંગ્રસ પાર્ટીનું નિશાન ઈવીએમમાં પ્રેસ થતું નથી.

કોંગી ઉમેદવાર રામબાબુ શુક્લાએ ઈવીએમ મશીનમાં ગરબડી હોવાના આક્ષેપો કર્યો છે. ઇવીએમમાં ગરબડી જણાતા ઇવીએમ મશીન બદલવાની માગ કરવામાં આવી રહી છે. બીલીમોરાનો વોર્ડ નંબર 2ના બૂથ નંબર પાંચ ઉપર મતદાન અટક્યું છે. કોંગ્રેસનું બટન ઈવીએમ નહીં દબાતા અનેક ચકચાર મચી છે.

10 વાગ્યા સુધી ક્યાં કેટલું થયું મતદાન ?

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. આજે 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. તમામ મતદાન કેન્દ્રો પર ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. વહેલી સવારથી લોકો મોટી સંખ્યમાં મતદાન કરવા લાઇનો લગાવી રહ્યાં છે. ત્યારે તાજા આંકડા સામે આવ્યા છે. જુઓ અહીં સવારે 10 વાગ્યા સુધી ક્યાં કેટલા ટકા મતદાન થયું…

ચૂંટણીમાં મતદાનની ટકાવારીના તાજા આંકડા—

જૂનાગઢ મહાનગરપાલિકામાં 4.49 ટકા મતદાન
માણસા નગરપાલિકામાં 11.52 ટકા મતદાન
કરજણ નગરપાલિકામાં 9.56 ટકા મતદાન
જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકામાં 8.66 ટકા મતદાન
છોટા ઉદેપુર નગરપાલિકામાં 8.52 ટકા મતદાન
સાબરકાંઠાની ત્રણ નગરપાલિકામાં 8.44 ટકા મતદાન
આણંદ જિલ્લાની 3 નગરપાલિકામાં 8.17 ટકા મતદાન
જામનગર જિલ્લાની 3 નગરપાલિકામાં 7.94 ટકા મતદાન
બોટાદ જિલ્લાની નગરપાલિકામાં 7.75 ટકા મતદાન
મોરબીની હળવદ નગરપાલિકામાં 7.58 ટકા મતદાન
સુરેંદ્રનગરની થાનગઢ નગરપાલિકામાં 7.45 ટકા મતદાન
પાટણ જિલ્લાની 3 નગરપાલિકામાં 7.43 ટકા મતદાન
મહેસાણા જિલ્લાની 2 નગરપાલિકામાં 7.21 ટકા મતદાન
દાહોદ જિલ્લાની 2 નગરપાલિકામાં 6.97 ટકા મતદાન
અમરેલી જિલ્લાની 4 નગરપાલિકામાં 6.70 ટકા મતદાન
અમદાવાદ જિલ્લાની 3 નગરપાલિકામાં 6.65 ટકા મતદાન
નવસારીની બીલીમોરા નગરપાલિકામાં 6.61 ટકા મતદાન
ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકામાં 5.97 ટકા મતદાન
ખેડા જિલ્લાની 5 નગરપાલિકામાં 5.86 ટકા મતદાન
પોરબંદર જિલ્લાની 2 નગરપાલિકામાં 5.75 ટકા મતદાન
રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકામાં 5.55 ટકા મતદાન
તાપીની સોનગઢ નગરપાલિકામાં 5.54 ટકા મતદાન
કચ્છ જિલ્લાની 2 નગરપાલિકામાં 5.42 ટકા મતદાન
વલસાડ જિલ્લાની 3 નગરપાલિકામાં 4.91 ટકા મતદાન
પંચમહાલ જિલ્લાની 2 નગરપાલિકામાં 4.60 ટકા મતદાન
ગીર સોમનાથની કોડિનાર નગરપાલિકામાં 4.40 ટકા મતદાન
મહિસાગર જિલ્લાની 3 નગરપાલિકામાં 4.27 ટકા મતદાન
દ્વારકા જિલ્લાની 3 નગરપાલિકામાં 3.42 ટકા મતદાન


Related Posts

Load more