ઇટાલીયાના સૂર બદલાયા:પરિણામ પહેલા આત્મવિશ્વાસ ડગ્યો

આમ આદમી પાર્ટી ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે તેવી વાતનું રટણ કરતા હતા પરંતુ હવે જાણે તેમના પ્રદેશ અધ્યક્ષના સૂર બદલાઈ ગયા છે તેઓ આવતીકાલે આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થશે તેવું કહેવાને બદલે રાષ્ટ્રીય પાર્ટી બનાવવા માટે ગુજરાતનો આભાર માની રહ્યા છે.

આપને 20 ટકા જેટલો વોટ શેર મળવાની વાત
ગોપાલ ઇટાલીયા એ આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના તરફેણમાં જે પરિણામ આવ્યું છે તેને લઈને પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેણે દિલ્હીની પ્રજાએ અરવિંદ કેજરીવાલ ઉપર વિશ્વાસ રાખીને દિલ્હી કોર્પોરેશનમાં ભવ્ય વિજય અપાવ્યો છે. દિલ્હીના લોકોને આમ આદમી પાર્ટીમાં પોતાનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે. આપે જે કામ કર્યું છે તેને કારણે દિલ્હીની પ્રજાના આશીર્વાદ કેજરીવાલને મળી રહ્યા છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની લોકશાહના વધી છે અને જે મતદાન થયું છે તેમાં 20 ટકા જેટલા મત આમ આદમી પાર્ટીને મળ્યા હોવાની વાત ગોપાલ ઇટાલીયા કરી છે.

ચૂંટણી પરિણામ પહેલા નરમાશ
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ચૂંટણી પ્રચાર દરમિયાન સતત પોતાના વિજય અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની વાતો કરતા રહ્યા હતા પરંતુ આજે જાણે તેવો પોતાનો થયો હોય તે પ્રકારના નિવેદનો આપ્યા હતા. સમગ્ર પત્રકાર પરિષદ દરમિયાન તેઓ એક પણ વખત પોતાના કતારગામ બેઠક ઉપરથી જીતની વાત કરી ન હતી અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે તેવી પણ વાત કરી ન હતી. જેના પરથી એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે તેઓ પોતે પણ પોતાની બેઠક ગુમાવી રહ્યા હોય તેવું પોતે માની રહ્યા છે. આવતીકાલે મતગણના થનાર છે ત્યારે પોતાના વિજયની વાત કરતા પણ તેમને સંકોચ થતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું.

ગમે તે હોય ગઠબંધન કરી સરકાર બનાવીશું
મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, અમારો સૌથી પહેલો ટાર્ગેટ ભાજપને સત્તામાં આવતા રોકવાનો છે. અમે જરૂર પડ્યે આપ સાથે પણ હાથ મિલાવીશું અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર બનાવીશું. અમારી પહેલી પ્રાયોરિટી ભાજપની સરકાર ન બને તે છે. એના માટે જે કરવું હોય તે ભલે કરવું પડે. કોંગ્રેસની વિચારધારા અંગે પૂછતા જવાબ આપતા કહ્યું હતું કે, વિચારધારા ને એ પછી, અમારે મહારાષ્ટ્રમાં તો કરવું જ પડ્યું ને… અમારે શિવસેના સાથે જવું જ પડ્યું ને. પણ પહેલી પ્રાયોરિટી અમારે સરકાર બનાવવાની છે. ભાજપવાળા તોડફોડ કરી લઈ જાય એ પહેલા અમારે સરકાર બનાવવી છે, પછી તે ભલે ગમે તે પાર્ટીનો હોય.

ઇસુદાન પણ કોંગ્રેસ સાથે હાથ મિલાવા ઇશારો કર્યો
​​​​​​​
બીજી તરફ AAPના ઈસુદાન ગઢવીએ પણ કોંગ્રેસ સાથે જોડાણની શક્યતાને આપ્યું સમર્થન આપ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં ઇસુદાન ગઢવીએ કોંગ્રેસ સાથે જોડાઇને સરકાર બનાવવાનો ઈશારો કર્યો હતો. જો કે દિવ્ય ભાસ્કરે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ ઇસુદાનનો સંપર્ક થઈ શક્યો નહોતો. મીડિયા રિપોર્ટ અનુસાર ઈસુદાન પણ કોંગ્રેસ સાથે હાથ મિલાવી સત્તામાં ભાગીદારી કરવા તૈયાર હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe