IFFCO ના નવા મેનેજિંગ ડિરેક્ટર બન્યા કેજે પટેલ, ચેરમેન દિલીપ સંઘાણીએ કરી જાહેરાત

By: nationgujarat
31 Jul, 2025

IFFCO News: વિશ્વની નંબર વન સહકારી ખાતર સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ (IFFCO) એ તેના ટેકનિકલ ડિરેક્ટર કે.જે. પટેલને સંસ્થાના નવા મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિયુક્ત કર્યા છે. ઉદય શંકર અવસ્થી ઉર્ફે યુએસ અવસ્થી, જેઓ IFFCO ના 32 વર્ષ સુધી MD અને CEO રહ્યા હતા, તેઓ 31 જુલાઈના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. IFFCO મુખ્યાલય ખાતે, સંસ્થાના ચેરમેન દિલીપ સંઘાણીએ કે.જે. પટેલને MD તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી. કે.જે. પટેલે ગુજરાતના રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. IFFCO માં ટેકનિકલ ડિરેક્ટર બનતા પહેલા, પટેલે સંસ્થાના કલોલ અને પારાદીપ એકમોમાં લાંબા સમય સુધી કામ કર્યું છે.નિવૃત્ત થઈ રહેલા એમડી યુએસ અવસ્થા કેમિકલ એન્જિનિયર હતા, જ્યારે નવા એમડી કેજે પટેલ મિકેનિકલ એન્જિનિયર છે. તેમને નાઇટ્રોજન અને સોફફેટિક ફર્ટિલાઇઝર પ્લાન્ટના મેન્ટેનન્સનો 32 વર્ષનો લાંબો અનુભવ છે અને આ મામલા પર તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પત્રિકાઓમાં રિસર્ચ આર્ટિકલ પણ લખે છે. કેજે પટેલ ઇફકોના પારાદીપ પ્લાન્ટના પ્રમુખ પણ રહ્યા છે, જે દેશમાં કમ્પલેક્સ ફર્ટિલાઇઝરનો સૌથી મોટો પ્લાન્ટ છે.

ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ દિલ્હી મુખ્યાલયમાં કેજે પટેલને એમડી બનાવવાની જાહેરાત કરતા કહ્યુ કે ઇફકો બોર્ડને વિશ્વાસ છે કે પટેલ આવનારા સમયમાં ઇનોવેશન અને વેલ્યુ ક્રિએશનના એક નવા યુગની શરૂઆત કરશે. સંઘાણીએ કહ્યુ કે પટેલ ખેડૂત અને સહકારી સંગઠનોની ભલાઈ માટે ઇફકોના કામને આગળ વધારશે.

કે.જે. પટેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે અને નાઇટ્રોજન અને ફોસ્ફેટિક ખાતર પ્લાન્ટના જાળવણીનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે દેશના સૌથી મોટા ખાતર સંકુલ, ઇફકો પારાદીપ પ્લાન્ટનું નેતૃત્વ કર્યું છે. તેઓ ઓપરેશનલ શ્રેષ્ઠતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે.


Related Posts

Load more