2050 સુધીમાં ત્રણ વૈશ્વિક મહાસત્તાઓ બનશે અમેરિકા, ચાયના અને ભારત : ટોની બ્લેર

By: nationgujarat
03 Oct, 2024

લંડન : બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેરે આગાહી કરી છે કે ૨૦૫૦ સુધીમાં વિશ્વમાં ત્રણ મહાસત્તાઓ રચાઈ ગઈ હશે, અમેરિકા, ચાયના અને ભારત. જો કે આથી તેવી પણ સ્થિતિ ઉપસ્થિત થવા સંભવ છે કે તેથી વિશ્વ વ્યવસ્થામાં થોડી જટિલતા પણ પ્રસરી શકે, પરંતુ તેની વચ્ચેથી પણ માર્ગ શોધી વિશ્વ નેતાઓએ આગળ વધવું જ રહ્યું.

ઇંગ્લેન્ડના જાણીતા વર્તમાન પત્ર સ્ટ્રેઇટ ટાઈમ્સ ને આપેલી મુલાકાતમાં આ ૭૧ વર્ષીય પીઢ રાજકારણીએ કહ્યું હતું કે, હવેનું વિશ્વ બહુ ધુ્રવીય બની રહેવાનું છે. તે સાથે અસમંજસ પણ વધી રહે તે પણ સહજ છે. તેની વચ્ચેથી જ માર્ગ કાઢવો રહ્યો.

ઉલ્લેખનીય છે કે, જ્યારે ન્યૂયોર્કના ટિવન ટાવર્સ ઉપર ઓસામા બિન લાદેને તેના ‘શિષ્યો’ દ્વારા વિમાનથી હુમલો કરાવી તે ટ્વિન ટાવર્સને જમીન દોસ્ત કરાયા. તે સમયે તેના બીજા જ દિવસે ટોની બ્લેર તેઓના પત્ની સાથે વોશિંગ્ટન પહોંચી ગયા હતા, જ્યારે અમેરિકાના પ્રમુખે અમેરિકી સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું ત્યારે તેઓએ તેમના વક્તવ્યના પ્રારંભમાં જ કહ્યું, ‘આપણી આ અતિ દુ:ખદ ઘડીએ આપણા મિત્ર બ્લેર પત્ની સાથે અહીં ઉપસ્થિત છે. તે સાથે તમામ સાંસદો તેઓને અને તેમનાં પત્નીને વધાવી લીધા હતાં. કહેવાનું તાત્પર્ય તે છે કે બ્લેર પરિસ્થિતિનું પુરું આકલન કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સંબંધો પર તેમનું જ્ઞાન અગાધ છે. તેઓના ઉક્ત આકલન પર ધ્યાન આપવું જરૂરી પણ છે.

Related Posts

Load more