રાજકોટના કાલાવડ પોડ પર આવેલા ગેમ ઝોનમાં ભીષણ આગ, 6 ના મોત થયાની શંકા

By: nationgujarat
25 May, 2024

રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે આગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજકોટના કાલાવડ પોડ પર આવેલા ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ મળી રહ્યા છે. રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગી છે. જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાઈ રહ્યા છે. આ ઘટનામાં ત્રણ વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે, જ્યારે બાળકો સહિત અનેક લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે ટીવી નાઇનના અહેવાલ પ્રમાણે 6 લોકોના મોત થયાના સમાચાર આવી  રહ્યા છે. મુખ્યમંત્રીએ પણ કલેકટર સાથે વાત કરી તમામ પ્રક્રિયા ઝડપથી કરવા સુચન કર્યુ છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર મોટી આગ લાગી છે. આગને પગલે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. TRP ગેમઝોનમાં આગ લાગી છે. ગેમઝોનમાં અનેક લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ઘટનામાં ત્રણ વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે, જ્યારે બાળકો સહિત અનેક લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આશરે 15થી 20 લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આગ લાગતા ફાયરબ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે.


Related Posts

Load more