બ્રેસ્ટ કેન્સરને ધીમું કરતી દવાને મળી મંજૂરી: જાણો કેમ આ દવા છે ગેમ ચેન્જર

By: nationgujarat
12 Apr, 2025

હેલ્થકેરમાં એક નવી સિદ્ધિ જોવા મળી છે, જેમાં બ્રેસ્ટ કેન્સરને ધીમું કરતી દવાને મંજૂરી મળી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સની નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા આ દવાને મંજૂરી આપવામાં આવી છે. એડ્વાન્સ બ્રેસ્ટ કેન્સર ધરાવતી મહિલાઓ માટે આ દવા એક દિવસમાં બે વાર લેવાની રહેશે. હોર્મોન રિસેપ્ટર પોઝિટિવ અને HER2-નેગેટિવ બ્રેસ્ટ કેન્સર ધરાવતી મહિલાઓને ધ્યાનમાં રાખીને આ દવા બનાવવામાં આવી છે. આ દવા એક વર્ષમાં 3,000 થી વધુ મહિલાઓને મદદરૂપ થશે.

શું છે આ દવાનું નામ?

આ દવાનું નામ કેપિવસર્ટિબ છે, જેને ટ્રુકેપ તરીકે ઓળખવામાં આવે છે. આ દવાને એસ્ટ્રાઝેનેકા દ્વારા મેન્યુફેકચર કરવામાં આવી છે. આ દવા કેન્સર સામે રક્ષણ આપે છે અને રજકણોને બમણાં થતાં અટકાવે છે. કેટલીક સ્થિતિમાં આ દવા બીમારીને આગળ વધતા અટકાવે છે. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર રિસર્ચ, લંડન દ્વારા આ દવાને ગેમ ચેન્જર તરીકે વર્ણવવામાં આવી છે.


Related Posts

Load more