BREAKING NEWS – અમિત ચાવડાને કોંગ્રેસે ગુજરાતના પ્રમુખ બનાવ્યા, ફરી એક જ નેતાને જવાબદારી

By: nationgujarat
17 Jul, 2025

ગુજરાત કોંગ્રેસે અમિત ચાવડાને બનાવ્યા પ્રદેશ પ્રમુખ. જે રીતે શક્તિસિંહ પ્રમુખ હતા તે સમયે પાછલા 4 મહિનાથી કામ કરતા હતા તે ને લઇ દેખાતુ જ હતુ કે અમિત ચાવડા બનશે પ્રમુખ, અગાઉ પણ અમિત ચાવડા બની ચુકયા છે પ્રમુખ. તુષાર ચૌધરીને વિઘાનસભાના વિપક્ષના નેતા બનાવ્યા છે. ગત સપ્તાહે જ કોંગ્રેસના ગુજરાતના નેતાઓએ દિલ્હી બેઠક કરી હતી. આ નિર્ણય રાહુલ ગાંઘી અને મલ્લીકાર્જૂન સાથે વાતચિત પછી નિર્ણય લેવાયો છે. આંકલાવના ધારાસભ્ય છે અમિત ચાવડા. ઓબીસી સમાજમા કોંગ્રેસમા સૌથી મોટો ચહેરો છે. આ ફેરફારોને આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત અને સંગઠિત બનાવવાની કવાયત તરીકે જોવામાં આવી રહ્યા છે.

અમિત ચાવડા રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના દાદા ઈશ્વરભાઈ ચાવડા એક સમયે સંસદ સભ્ય હતા. આ ઈશ્વરભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા. આમ તે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે. ઉલ્લેખનીય છે કે, અમિત ચાવડા પૂર્વ સાંસદ ઈશ્વરભાઈ ચાવડાના દીકરા અજીત ચાવડાના દીકરા છે. આ સંબંધે તે પૂર્વ સાંસદના પૌત્ર છે.અગાઉ કડી અને વિસાવદરની પેટાચૂંટણીનાં પરિણામો જાહેર થયાંના 4 કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. શક્તિસિંહ ગોહિલના સ્થાને શૈલેષ પરમારને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા.

જો કે લોકોને હજુ સવાલ થઇ રહ્યા છે કે ફરી એક ને એક નેતાને કેમ બનાવવામાં આવે છે પ્રમુખ, શું કોંગ્રેસ પાસે નવા ચહેરા જ નથી કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓમા નવાપ્રાણ ફુકે

આ પહેલા 2022ની વિધાનસભા ચૂંટણીમાં પરાજય થયા બાદ જગદીશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ 2023ના જૂનમાં શક્તિસિંહ નવા પ્રદેશ પ્રમુખ બન્યા હતા. આ પહેલાં 2021ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી મહાનગર પાલિકાઓ તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરાજય થતા અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, અમિત ચાવડા 2018માં પ્રદેશ પ્રમુખ બન્યા હતા. ગુજરાતમાંથી કોંગ્રેસ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કર્યા બાદ 31 મે સુધીમાં ગુજરાતના સંગઠનની રચના કરવાની જાહેરાત કરી હતી, જોકે અંતે કોંગ્રેસે 20 દિવસ મોડી એટલે કે 21 જૂન, 2025ના રોજ શહેર અને જિલ્લા-પ્રમુખોની વરણી કરી હતી, જેમાં 10 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

2014 અને 2019માં લોકસભા ચૂંટણીમાં એકપણ સીટ ન મળી

વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર સરેરાશ 48 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 47 ટકા અને કોંગ્રેસને 44 ટકા મત મળ્યા હતા. 15 બેઠક પર ભાજપની જીત થઇ હતી તો 11 બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી.ભાજપને કોંગ્રેસ કરતા 3.51 ટકા વધુ મળ્યા હતા. 2014ની ભાજપ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ. ગુજરાતની 26 બેઠકો પર સરેરાશ 64 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપને 59 ટકા અને કોંગ્રેસને 33 ટકા મત મળ્યા હતા. ભાજપે તમામ 26 બેઠકો કબ્જે કરી હતી. આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતા 26.2 ટકા વધુ મત મળ્યા હતા. 2009માં ભાજપનો વોટ શેર 47 ટકા હતો જે 2014માં 12 ટકા વધીને 59 ટકા થઇ ગયો.

 


Related Posts

Load more