BREAKING NEWS – કેબિનેટ બેઠકમાં ત્રણ મહત્વપુર્ણ નિર્ણયને મળી મંજુરી, જીલ્દી વાંચી લો

By: nationgujarat
16 Jul, 2025

વડાપ્રધાનની અધ્યક્ષતામાં આજે મળેલ કેબિનેટ બેઠકમાં ખેતી અને ઉર્જાને નવી દિશા આપવા માટે ત્રણ મોટા નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. કૃષિ જિલ્લાના સર્વાગી વિકાસ માટે તેમજ ઉર્જા ક્ષેત્રે મોટા પાયે રોકાણ કરવામાં આવનાર છે.કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના 2025-26થી શરૂ કરીને છ વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે જેનો ટાર્ગેટ 100 કૃષિ જિલ્લાના વિકાસ કરવાનો છે. યોજનાનો હેતુ ખેત ઉત્પાદનના વઘારવા માટે,પાકના વૈવિધ્યકણને પ્રોત્સાહન આપવા માટે,ટકાઉ ખેત વિકલ્પોને અપનાવવા, પંચાયત અને બ્લોક સ્તરે સંગ્રહ સુવિઘા વઘારવા માટે અને સિંચાઇ સુવિઘામા વઘારો કરવાનો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી. આ નિર્ણયો દેશના કૃષિ અર્થતંત્ર અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રને મજબૂત બનાવવાની દિશામાં લેવામાં આવ્યા છે. પહેલો નિર્ણય “પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના (PMDDKY)” સંબંધિત છે.આ યોજના ૧૧ મંત્રાલયોની ૩૬ યોજનાઓના સંકલન દ્વારા અમલમાં મૂકવામાં આવશે, જેમાં રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીની યોજનાઓનો પણ સમાવેશ થશે. ૧૦૦ જિલ્લાઓની પસંદગી ત્રણ મુખ્ય પરિમાણો જેમ કે ઓછી ઉત્પાદકતા, ઓછી પાક ચક્ર અને ઓછી લોન વિતરણના આધારે કરવામાં આવશે. દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછો એક જિલ્લો સામેલ કરવામાં આવશે.

મંત્રીમંડળે NTPC લિમિટેડને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં હાલની મર્યાદાથી વધુ રૂ. 20,000 કરોડ સુધીનું રોકાણ કરવાની મંજૂરી આપી છે. આ રોકાણ NTPC ગ્રીન એનર્જી લિમિટેડ (NGEL) અને તેની પેટાકંપનીઓ અને સંયુક્ત સાહસો દ્વારા કરવામાં આવશે, જેથી 2032 સુધીમાં 60 GW નવીનીકરણીય ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરી શકાય.NLCIL ને રૂ. 7,000 કરોડના રોકાણ માટે ખાસ છૂટ આપવામાં આવી છે, જે તે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની NLC ઇન્ડિયા રિન્યુએબલ્સ લિમિટેડ (NIRL) દ્વારા નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશે. આ કંપનીને કાર્યકારી અને નાણાકીય સુગમતા પ્રદાન કરશે.

પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને ૬ વર્ષ માટે મંજૂરી આપી હતી, જે ૧૦૦ જિલ્લાઓને આવરી લેશે અને તેનો વાર્ષિક ખર્ચ ૨૪,૦૦૦ કરોડ રૂપિયા થશે. કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલ આ કાર્યક્રમ ૩૬ હાલની યોજનાઓને એકીકૃત કરશે. તે જ સમયે, તે પાક વૈવિધ્યકરણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવાને પ્રોત્સાહન આપશે.કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણયની વિગતો શેર કરતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના લણણી પછીની સંગ્રહ ક્ષમતામાં વધારો કરશે, સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરશે અને કૃષિ ઉત્પાદકતામાં વધારો કરશે. આ કાર્યક્રમથી ૧.૭ કરોડ ખેડૂતોને મદદ મળવાની અપેક્ષા છે.


Related Posts

Load more