Related Posts
Palm Springs Blast : પામ સ્પ્રિંગ્સ શહેરના ડાઉનટાઉનમાં આ વિસ્ફોટ થયો હતો, જેનાથી ક્લિનિકને ભારે નુકસાન થયું છે અને આસપાસની ઇમારતોની બારીઓ અને દરવાજા ઉડી ગયા હતા. પોલીસે મૃતકની ઓળખની પુષ્ટિ કરી નથી.
અમેરિકાના કેલિફોર્નિયામાં એક ફર્ટિલિટી ક્લિનિકની બહાર બોમ્બ બ્લાસ્ટ થયો છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. પામ સ્પ્રિંગ્સના ડાઉનટાઉનમાં વિસ્ફોટ થયો હતો, જેનાથી ક્લિનિકને ભારે નુકસાન થયું હતું અને આસપાસની ઇમારતોની બારીઓ અને દરવાજા ઉડી ગયા હતા. શહેરના પોલીસ વડાએ કહ્યું કે આ એક જાણી જોઈને કરાયેલું કૃત્ય હોય તેવું લાગે છે.